Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

પોરબંદર જિલ્લામાં માસ્ક નહીં પહેરનારા ૨ દિવસમાં ૧૮૪ વ્યકિતઓ દંડાયાઃ ૧.૮૪ લાખનો દંડ વસુલ

પોરબંદર, તા. ૧૩ :. જિલ્લામાં જાહેરમાં બે દિવસમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા ૧૮૪ વ્યકિતઓ પાસેથી યોજાશે. કુલ ૧૮૪૦૦૦ની દંડની રકમ વસુલ કરી છે.

પોલીસ દ્વારા જિલ્લામાં માસ્ક પહેર્યા વગર ફરતા વાહન ચાલકોને અને પેસેન્જરોને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોરોના સંક્રમણ અટકાવવા અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતા અટકાવવા તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા જિલ્લામાંથી છેલ્લા બે દિવસમાં જાહેરનામાના કુલ ૩૩ કેસ કરવામાં આવેલ છે તેમજ જાહેરમાં માસ્ક ન પહેરનાર વિરૂદ્ધમાં કુલ પાવતી-૧૮૪ રૂ. ૧,૮૪,૦૦૦ દંડ વસુલ કરેલ છે. તેમજ પોલીસ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે મૈત્રીભર્યુ વાતાવરણ જાળવાઈ રહી તે હેતુથી પોરબંદર શહેર વિસ્તારમાં માસ્ક વગર નિકળતા લોકોને આશરે ૧૦૦૦થી ૨૦૦૦ માસ્કનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે.

શહેરને લોકડાઉનથી અટકાવવું હોય તો સરકારશ્રી દ્વારા આપેલ ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરી સરકારી તંત્રને સહકાર આપવો તથા કોઈ ફરીયાદ કે અરજી હોય તો શકય હોય ત્યાં સુધી ઓનલાઈન મોકલી આપવી તેમજ પોરબંદર પોલીસ કંટ્રોલરૂમ ટે. નં. ૦૨૮૬-૨૨૪૦૯૨૨ ઉપર ફોનથી જણાવી શકે છે તેમ છતાં સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહિ આવે તો પોરબંદર પોલીસ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા તથા પોરબંદર જીલ્લાને કોરોના મુકત રાખવા કડક પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની જાહેર જનતાને અપીલ એક યાદીમાં કરી છે.

(11:40 am IST)