Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કેશોદ હોસ્પિટલમાં કોંગ્રેસના હોદેદારોની મુલાકાત

કેશોદ :  સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સ્થાનિક કોંગ્રેસના હોદેદારોએ હોસ્પિટલની રીયાલીટીચેક કરવા મુલાકાત લીધી હતી. કોંગ્રેસ હોદેદારોની સિવિલ હોસ્પિટલમાં  અધિકારીઓ સાથેની વાતચીતમાં  કોરોના ટેસ્ટીંગ કિટની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. દરરોજ ૨૫૦ કિટની જરૂરીયાત સામે માત્ર ૧૦૦ કિટજ ઉપલબ્ધછે. જયારે આરટીપીસીઆર ટેસ્ટનો રીપોર્ટ ચાર દિવસે આવેછે. જેનો વિરોધ નોંધાવી કોંગ્રેસ હોદેદારો ધ્વારા હાલની કોરાના મહામારીને ધ્યાનમાં લઈ સિવિલ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટીંગ કિટ ઉપલબ્ધ કરાવવા તથા આરટીપીસીઆર રીપોર્ટ એક દિવસમાં આપવાની માંગ કરેલછે. ઉપરાંત હાલમાં શહેર અને તાલુકામાં વધી રહેલ કોરાના કેસોને ધ્યાનમાં લઈ કોવિડ હોસ્પિટલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારીયા સહિતના હોદેદારોએ માંગણી કરેલ છે કોગ્રેસ સમિતિના આગેવાનો સમીરભાઈ પાંચાણી, હમીરભાઇ ધુળા, ધર્મિષ્ઠાબેન કમાણી, મનીષભાઈ ચુડાસમા. રમેશભાઈ ભોપાળા, તેમજ સંગઠનના કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં જઇ વાસ્તવિક પરિસ્થિતિ જાણવા પ્રયત્ન કર્યો હતો વધુ કીટ ઉપલબ્ધ કરવામા આવે અને કોરોનાનો RT- PCR ટેસ્ટ જૂનાગઢ થતો હોવાથી જેમા ૪ દિવસનો સમય લાગે છે જેથી આ ટેસ્ટ સ્થાનીક થાય તેમજ સ્થાનીક કોવિડ હોસ્પિટલ શરૂ કરવામા આવે તેવી માંગ કરી હતી જો તેમ નહી થાય તો આંદોલન કરવા જણાવ્યુ હતુ.

(11:42 am IST)