Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સ્વૈચ્છીક લોકડાઉન અમરેલીમાં જરૂરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૩: કોરોનાની ચેઇન તોડવા માટે સંપુર્ણ લોકડાઉન આવશ્યક છે તેમ કહી અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ મહેશ નગદીયાએ જણાવ્યું છે કે હાલ કોરોના મહામારીને લઇને દરેક શહેરોમાં હોસ્પીટલોમાં બેડ નથી મળતા. જરૂરી ઇન્જેકશન્સ નથી મળતા ત્યારે પોતાની જાતને બચાવવા સાવચેતી જરૂરી છે. કોરોના પોઝીટીવ પેશન્ટના સંપર્કમાં આવેલ સબંધી અને મિત્રો બહાર ફરે છે જે કોરોના બોમ્બ જ છે.

હાલ આમ પણ વેપાર ધંધા રોજગાર ગામડાના લોકો શહેરમાં અને શહેરના લોકો જરૂરત સિવાય બહાર નથી નીકળતા એ સંજોગોમાં રપ ટકાથી પણ ઓછા છે ત્યારે સરકાર નિર્ણય લે કે ના લે વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન સ્વીકારવું જોઇએ. જીવન હશે તો કમાઇ લઇશું. છેલ્લા કેટલાય દિવસોની સવાર પડેને સ્વજન, મિત્રની વિદાયના માઠા સમાચાર રડાવી જાય છે .

(11:44 am IST)