Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જામનગરમાં મેડિસિન્સ વિભાગ સિવાયનાં તબીબોને કોરોનાની સારવારની તાલીમ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૩ : કોરોનાની સારવાર માં હોસ્પિટલ ઉભરાતા હવે તો ડોકટર પણ ઓછા પડી રહ્યા છે. ત્યારે જામનગરમાં મેડિસિન્સ વિભાગ સિવાયના અન્ય વિભાગના તબીબો ને કોરોના ની સારવાર માટે તાલીમ અપાઈ છે.

 રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે જ સૌરાષ્ટ્રમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો ફલો હોસ્પિટલોમાં વધી રહ્યો છે. અન્ય જિલ્લાઓમાંથી પણ જામનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યના બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંંહ હોસ્પિટલ માં ૧૩૦૦થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા ખાટલા ખૂટી પડ્યા છે. તેવી સ્થિતિનું ઉભી થઈ છે. તેવામાં મેડિકલ વિભાગ સિવાયના અન્ય વિભાગના તબીબો ને પણ કોરોના અંગેની સારવાર માટેની સમજ આપી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવી પડી રહી છે.

 જામનગરના એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે મેડિસિન વિભાગના હેડ અને કોરોના ના દર્દીઓની સારવાર કરતા તજજ્ઞ તબીબ ઉપરાંત મેડિકલ કોલેજના અધિક્ષક દ્વારા જુદા જુદા સેશનમાં હોસ્પિટલમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ, ગાયનેક વિભાગ, સ્કીન વિભાગ અને સર્જરી વિભાગ સહિતના અન્ય વિભાગના તબીબો ને ખાસ તાલીમ આપવામાં આવી છે.

 જામનગરના ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંંદીની દેસાઈ, મેડિસિન વિભાગના વડા ડો. મનીષ મહેતા અને ડો.એસ.એસ.ચેેટરજી, ડો. ભુપેન્દ્ર ગૌસ્વામી દ્વારા અન્ય વિભાગને ડોકટરો ને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટેની સારવાર માટેેે સમજ આપવામાં આવી રહી છે. (તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર)

(12:46 pm IST)