Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સાવરકુંડલા તાલુકાની સહકારી સંસ્થાઓના ઉપક્રમે એ.પી.એમ.સી.માં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવા અંગે સહકારી સંસ્થાઓની મીટીંગ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૧૩ : કોવીડ-૧૯ મહામારી સામેની લડાઇ ના ભાગરૂપે પ્રધાનમંત્રીશ્રીનું ડ્રીમ અભિયાન એટલે  કોવિડ-૧૯ રસીકરણ ઝુંબેશ. ભારત સરકાર અને પ્રધાનમંત્રીની ઝુંબેશમાં સહકારી સંસ્થાઓ તેના સભાસદો અને ૫રિવારના સભ્યો ૫ણ  રસીકરણ કરાવે અને જાગૃતી માટે સહયોગી બને.  એ રીતે સહકારી પ્લેટફોર્મ મહત્તમ રસીકરણ અને સરકારશ્રીના સંદેશા માટે ભાગિદાર બને તેવા હેતુથી સાવરકુંડલા તાલુકાની કૃષિ ઘિરાણ સહકારી મંડળીઓ, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, એ.પી.અ એમ.સી. સહીતની સહકારી સંસ્થાના ઉ૫ક્રમે માર્કેટયાર્ડ સાવરકુંડલા માં એક મીટીંગ રાખવામાં આવેલ.  જેમાં એ.પી.એમ.સી. સાવરકુંડલાના ચેરમેન દિ૫કભાઇ માલાણી, વા.ચેરમેન મનજીબાપા તળાવીયા, પ્રાંત અઘિકારી અને ઇન્સીડન્ટ કમાન્ડર આર.આર.ગોહીલ સાહેબ, મામલતદાર  દેસાઇ, ચીફ ઓફીસર  મુનીયા, તાલુકા વિકાસ અઘિકારી  વાઘાણી, બ્લોક હેલ્થ ઓફીસર ડો.મીના, ડો.પારઘી, જીલ્લા સહકારી બેંકના તાલુકા અઘિકારી મકવાણા, યાડર્ના સેક્રેટરી  આર.વી.રાદડીયા, પુર્વ તા.પં. પ્રમુખ રાઘવભાઇ સાવલીયા સહીત દરેક મંડળીના પ્રમુખ અને એ.પી.એમ.સી.ના ડાયરેકટરઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.   

 આ મીટીંગની પુર્વભુમીકા આપી એ.પી.એમ.સી.ના ચેરમેન દિ૫કભાઇ માલાણીએ પ્રારંભ કરતા જણાવેલ કે, કોરોના સામે ની લડાઇ અને નાગરીકોને સુરક્ષીત રાખવા માટે પ્રઘાનમંત્રી મોદીસાહેબ અને ભારતસરકાર તથા રાજયસરકાર સમગ્ર દેશમાં વેકસીનેશન ઝુંબેશ ચાલી રહી છે.  તેમાં આ૫ણે સૌ સહકારી સંસ્થાઓ ઇન્વોલ થઇ ભાગીદાર બની આ૫નાં દરેક  સભાસદો અને તેના ૫રિવારજનો ને રસીકરણ કરાવીએ સાથે તે અંગેની ગેરમાન્યતા કે  કપ્રચાર સામે દરેકને જાગૃત કરીને સહકારી  પ્લેટફોરમ એન.જી.ઓ.ની ભુમિકામાં આ૫ણે આ૫ણું યોગદાન આ૫વાનું છે. કેમકે પ્રઘાનમંત્રીશ્રી, કેન્દ્ર અને રાજય સરકારની આ ભગીરથ જુંબેશ ની સોએ સો ટકા સફળતા ઍકલા વહીવટીતંત્ર થી ન થઇ શકે. ઍટલે આ ભગીરથ કાર્યમાં આ૫ણે સૌએ પોતપોતાના સ્થાનેથી વઘુમાંવઘુ જેટલુ આપી શકાય એટલુ યોગદાન આ૫વાની આ૫ણી સૌની ફરજ છે. તાલુકા બ્લોક ઓફીસર ડો.મીના સાહેબે પોતાની આગવી ઢબે વૈજ્ઞાનીક અભિગમ સાથે દ્રષ્ટાંતો સાથે વિગતો જણાવી વિસ્તૃત માહીતી સાથે માર્ગદર્શન આપેલ.

નાયબ કલેકટર અને ઇન્સીડન્ટ કમાન્ડર  આર.આર.ગોહીલ સાહેબે ૫ણ કોરોના સામેની લડાઇમાં કેન્દ્ર અને રાજય સરકારના આ રસીકરણના કાર્યકમની જરૂરીયાત અને તેનાથી આ મહામારી સામે લોકોની સુરક્ષા ની સમજ વિગતવાર આપેલ અને દરેક સંગઠનો, સહકારી સંસ્થાઓ, જાગૃત નાગરીકો વહીવટીતંત્રની સાથે જોડાય પોતાપોતાના લેવલેથી શકય ઍટલુ યોગદાન આ૫શે એટલી વઘારે સફળ અને ૫રીણામલક્ષી બનશે. મીટીંગના સ્થળ ૫ર જ સાવરકુંડલા કૃષિ સહકારી મંડળી, આંબરડી સેવા મંડળી,  સહીત મોટાભાગની સહકારી મંડળીઓના પ્રતિનીઘીઓએ પોતપોતાના ગામમાં મંડળીઓ મારફત વેકસીનેશન  કેમ્પ કરવાની યાદીમાં નામ નોંઘાવેલ છે. 

 અંતમાં આ કાર્યક્રમમાં વેકસીનેશન ન કરાવયુ  હોય તેવા ઉ૫સ્થિત અગ્રણીઓ સર્વશ્રી એ.પી.એમ.સી.ના ડીરેકટર  દેવાતભાઇ બલદાણીયા, લીખાળા સેવા મંડળીના મંત્રી બાબુભાઇ સાવલીયા તેમજ એ.પી.એમ.સી.ના સેક્રેટરી  આર.વી. રાદડીયા એ સ્થળ ૫ર વેકસીનેશન કરાવ્યું હતું.

(12:49 pm IST)