Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વેરાવળ સ્વૈચ્છાએ લોકડાઉન નિષ્ફળઃ સોમનાથ અડધુ બંધ

સુત્રાપાડા સહીતના ગામડાઓ બપોર બાદ બંધ

વેરાવળ, તા.૧૩: સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં સ્વૈચ્છાએ બંધ રાખવા માટે મીટીગો મળેલ હતી તેમાં વેરાવળ માં લોકડાઉન નિષ્ફળ ગયેલ છે, સોમનાથ અડધુ બંધ થયેલ હતું તેમજ સુત્રાપાડા વિસ્તારના તમામ ગામડાઓ જડબેસલાખ બંધ રહેલ હતા.

વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં એક અઠવાડીયા સુધી સ્વૈચ્છાએ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયેલ હતો તેમાં વેરાવળ નગરપાલિકા હોલમાં મીટીગ મળેલ હતી તેમાં સવારે ૧૦ થી સાંજે પ વાગ્યા સુધી તમામ બજારો ખુલ્લી રાખવાનો ત્યારબાદ તમામ  બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયેલ હતો પણ તે તદન નિષ્ફળ  નિવડેલ છે મુખ્ય તમામ બજારો ધમધમતી હતી કોઈપણ જગ્યાએ બંધ પાડેલ નો હતો ફકત પાંચ દસ આગેવાનો દ્રારા તેમની દુકાન બંધ રહેલ હતી જે નિર્ણય થયેલ હતો તેનો વેપારીઓ વિરોધ કરેલ હતો ગમે ત્યારે બજારો રાખવાનું ગમે તે નકકી કરે તે કોઈને સ્વીકાર્ય નથી તેવું પણ સોશ્યલ મીડીયામાં વાઈરલ થયેલ હતંુ.

સોમનાથની મુખ્ય બજારોમાં અડધી બંધ રહેલ હતી અને લારી ગલ્લાઓ તેમજ શિવપોલીસ ચોકી પાસે પણ દુકાનો ખુલ્લી રહેલ હતી.

સુત્રાપાડા, પ્રશ્નાવડા,લોઢવા, પ્રાંચી સહીતના ગામડાઓના બપોરે ૪ વાગ્યા પછી જડબેસલાખ બંધ રહેલ હતું તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બહારના લોકોને પ્રવેશબંધી પણ કરાઈ હતી.

વેરાવળ શહેરમાં અમુક સ્કુલો ચાલુ રહેલ છે તેમજ ટયુશન કલાસીસો પણ ધમધમે છે, શહેરભરમાં અનેક જગ્યાએ ટોળાઓ ભેગા થાય છે, બજારોમાં પણ માસ્ક વગરના ગ્રાહકો આવક જાવક કરતા હોય છે તેથી સલામતી માટે વહીવટી, પોલીસ, આરોગ્ય તંત્ર પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

(12:49 pm IST)