Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

પોરબંદર કાંઠે રાખેલી અગાઉ પકડાયેલી પાકિસ્તાનની ખાલી બોટમાં આગ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩ :. અગાઉ જળસીમા ભંગ કરીને ભારતીય દરિયામાં ઘુસી ગયેલી પાકિસ્તાનની પકડાયેલી ફિશીંગ બોટ સુભાષનગર કાંઠે રાખેલ અને જેમાં ગઈકાલે અકસ્માતે આગ લાગી હતી.

સુભાષનગર કાંઠે રાખેલી પાકિસ્તાનની અગાઉ પકડાયેલી બોટમાં ગઈકાલે અકસ્માતે આગ લાગતા નુકસાન થયું હતું. આ આગના બનાવની પાલિકા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે દોડી આવીને આગને કાબુમાં લીધી હતી. બોટમાં આગ લાગવાના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

(12:52 pm IST)