Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ધોરાજી ના નાગલખડા પાસે ભેંસાણના ચૂડા ગામના સેન્ટ્રીંગ કામ કરતાં આધેડ નો લીમડા ના ઝાડ પર લટકતો મૂતદેહ મળ્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ના નાગલખડા પાસે ભેંસાણના ચૂડા ગામના સેન્ટ્રીંગ કામ કરતાં આધેડ નો લીમડા ના ઝાડ પર લટકતો મૂતદેહ મળતાં પોલીસે મૂતદેહનૂ ફોરેન્સીક પીએમ કરાવી ને વધૂ તપાસ હાથ ધરી છે
ધોરાજીના નાગલખડા હડમતીયા રોડ પર સરકારી પૂલના બાંધકામ માં સેન્ટ્રીંગ કામ કરતા ભેસાણના ચૂડા ગામના રહીશ  દામજીભાઈ ખીમજીભાઈ પરમાર ઉવ 46 નો લીમડાના ઝાડ પર કપડા વડે ગળાફાંસો ખાઈ ગયેલ હાલતમા મૂતદેહ મળતાં મૂતકનો મૂતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવતાં ફરજ પર તબીબે પોલીસ ને જાણ કરાતા પોલીસે મૂતકના મોતનૂ કારણ જાણવા માટે રાજકોટ ફોરેન્સીક પીએમ કરાવી ને વધૂ તપાસ હાથ ધરી છે  પોલીસે આ બનાવ અંગે એડી નોધી વધૂ તપાસ નો ધમધમાટ શરૂ  કરાયો છે

(6:39 pm IST)