Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મોરબી જિલ્લા એસપી ઓફિસ રીડર પીએસઆઈ ડી.કે. ચાવડાનું કોરોનાથી મૃત્યુ: રાજકોટ સિવિલમાં દમ તોડ્યો: શહેર પોલીસે શોક સલામી આપી

રાજકોટઃ કોરોનાએ વધુ એક કોવિડ વોરિયરનો ભોગ લીધો છે. મોરબી જિલ્લા એસપી કચેરીમાં રીડર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઈ કાનજીભાઈ ચાવડા કોરોનાથઈ સંક્રમિત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. દરમિયાન આજરોજ તેમનો સ્વર્ગવાસ થતા રાજકોટ શહેર પોલીસ દ્વારા શોક  સલામી આપવામાં આવેલ હતી. કોવિડ હોસ્પિટલના આરએમઓ ડો. એમ. સી. ચાવડા સહિતનો સ્ટાફ પણ શોક સલામીમાં હાજર રહ્યો હતો.

(9:27 pm IST)