Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મોરબી જિલ્લામાં બેડની માહિતી અંગે હેલ્પલાઇન શરૂ કરતું કલેકટર તંત્ર

આવતીકાલે સવારે છ વાગ્યાથી હેલ્પલાઇન કાર્યરત થશે: હેલ્પલાઇન નં. : 78599 69276 અને 78599 59167

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ ભયાનક બનતી જઈ રહી છે.સંક્રમિત દર્દીને બેડને લઇને ભારે હાડમારી વેઠવી પડે છે. ત્યારે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેડની માહિતી લોકોને મળે તે માટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે.
મોરબી જિલ્લાના તમામ લોકોને કોવિડ ડેઝીગનેટેડ હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ બેડની માહિતી ફોન ઉપર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેનો નંબર 78599 69276 અને 78599 59167 છે. આ હેલ્પલાઇન આવતીકાલે બુધવારે સવારે 6 વાગ્યાથી કાર્યરત થશે. આ હેલ્પલાઇન 24×7 ચાલુ રહેવાની

(9:59 pm IST)