Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મોરબી અને હળવદની સરકારી હોસ્પિટલમાં કુતરું કરડ્યું હોય તેવા દર્દીઓ માટેના ઇન્જેક્શન જ નથી :

હડકાયા કુતરા કરડયાના કેસો વધ્યા પણ બે માસથી ઇન્જેક્શન જ નથી

મોરબીમાં હડકાયા કુતરા કરડવાના કેસો વધી રહ્યા હોય છતાં મોરબી સિવિલ અને હળવદની સરકારી હોસ્પિટલમાં કુતરું કરડ્યું હોય તેવા દર્દીને આપવાના ઇન્જેક્શન જ નથી બે માસથી ઇન્જેક્શન આવ્યા ના હોય જે મામલે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
  મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા અને મુસાભાઈ બ્લોચે કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારામાં હડકાયા કુતરા માણસો, નાના બાળકો અને ઢોરને કરડવાના બનાવો વધી રહ્યા છે તો મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ કે બે માસથી એકપણ ઇન્જેક્શન નથી અને બજારમાં ઇન્જેક્શન ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયાના મળે છે જે ગરીબ વર્ગને પોસાય તેમ નથી જેથી જીલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે

(10:21 pm IST)