Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સોમનાથ મંદિરનો ૭૧મો સ્થાપના દિવસ

પ્રભાસપાટણ : સોમનાથ મંદિરનો ૭૧મો સ્થાપના દિન ઉજવાયો હતો. સોમનાથ મહાદેવ જયોતિર્લિંગ જે સ્થાન પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારશ્રીએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યુ છે. તા.૧૧ મે ૧૯૫૧ના દિને પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનું ઉદઘાટન કરવામાં આવેલ. સમુદ્રમાં પણ શણગારેલી બોટમાં રાખવામાં આવેલ ૨૧ તોપની સલામી સાથે ભકતોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવેલ. આજે આ પ્રસંગે સરદારશ્રી સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભુમીકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકા સાહેબ ગાડગીલ, મોરારજીભાઇ દેસાઇ, કનૈયાલાલ મુનશી સામેલ હતા. આજે જો સરદારને યાદ કરીએ તો કનૈયાલાલ મુનશીના શબ્દ યાદ આવે કે જો સરદાર ન હોત, તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદભાગી થઇ ન હોત સ્થાપનાદિને મંદિર પરિસરમાં સરદારશ્રી પ્રતિમાને વંદના પુષ્પાંજલી અર્પણ કરેલ. વિશ્વ કોરોનામુકત બને અને કોરોના ગ્રસ્ત દર્દીઓને નિરામય આરોગ્ય મળે તે માટે મહામૃત્યુંજય મંત્રજાપ કરવામાં આવેલ હતો. ઓનલાઇન મહાપુજા ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી દ્વારા કરવામાં આવેલ હતી. સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર અને દિપમાલા કરવામાં આવેલ. સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર અને દિપમાલા કરવામાં આવશે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:53 am IST)