Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ધ્રોલ તાલુકાના ૪૦ ગામોમાં ઘરે-ઘરે જઇને કોરોનાના રેપીડ ટેસ્ટ કરાશેઃ મોબાઇલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ધ્રોલઃ રાજકોટના રોલેકસ એસ.એન.કે કોવિડ સેન્ટર દ્વારા ૧૦ જેટલી લાઇવ ટેસ્ટ એન્ડ કેર કોરોના એમ્બ્યુલન્સનું લોકાર્પણ પાટડી ઉદાસીન આશ્રમના મહંત પૂ.ભાવેશબાપુના હસ્તે ધ્રોલના ત્રિકોણબાગ અને કરવામાં આવ્યુ હતું. આ કોવિડ વાન ધ્રોલ તાલુકાનાં ૪૨ ગામોમાં જઇને ઘરે ઘરે કોવિડનાં રેપીડ ટેસ્ટ કરશે. પોઝીટીવ કે જરૂરીયાતમંદ દર્દીઓને રાજકોટ ખાતે આવેલ રોલેક્ષ એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં વિના મુલ્યે () સારવાર અપાશે. આ પ્રસંગે ધ્રોલ સી.એચ.સી. સેન્ટરમાં ચંદુભા ચુડાસમા, મહાવીર સેવા સમિતીનાં યુવાનો અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહયા હતા.

(12:57 pm IST)