Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

મોરબી : લોડર રીવર્સ લેતા સમયે ૨ બાળકોને હડફેટે લીધા, એકનું મોત

લખધીરપુર રોડ પર આવેલ મેટ્રો સિરામિક કારખાનામાં લોડરના ચાલકે રીવર્સ લેતા અકસ્માત

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રો સિરામિક કારખાનામાં લોડરના ચાલકે રીવર્સ લેતા સમયે બે બાળકોને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું તો એકને ગંભીર ઈજા પહોચી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે

મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રો સિરામિક કારખાનાની મજુર ઓરડીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની રાજુભાઈ જીવલાભાઈ ભુરીયા (ઉ.૩૭) અને બંને દીકરા ગોપાલ (ઉ.૧૦) તથા બીજો દીકરો પવનકુમાર (ઉ.૪) અને બીજા માણસો એમ બધા મેટ્રો સિરામિકમાં માટી ખાતાના ખુલ્લા ગ્રાઉન્ડમાં સુતા હતા દરમિયાન જોન ડીયર લોડરના ડ્રાઈવરે પોતાની લોડર બેદરકારીથી ફૂલ સ્પીડમાં રીવર્સ ચલાવી લોડરના પાછળના વ્હીલમાં ગોપાલ (ઉ.૧૦) અને પવનકુમાર (ઉ.૪) ને હડફેટે લેતા ગોપાલ (ઉ.૧૦) ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો પવનકુમારને ગંભીર ઈજા થઇ હતી બાદમાં લોડર ચાલક સ્થળ પર વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ રાજુભાઈ ભુરીયાએ મોરબી તાલુકા પોલીસમા નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 
(9:52 pm IST)