Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

લોકગાયિકા ગીતા રબારીએ કચ્છમાં આરોગ્યકેન્દ્રને બદલે ઘેર કોરોનાની રસી લીધાનો ફોટો શેર કર્યો અને થયો વિવાદ : ડીડીઓએ રસી દેનાર આરોગ્ય કર્મીનો ખુલાસો પૂછ્યો, યુવા રાજકીય કાર્યકરે સ્ક્રીન શોટ પાડી ડીડીઓનું ધ્યાન દોરી પ્રશ્ન કર્યો લોકોને રસી માટે લાઈનો વચ્ચે ઘેર રસીકરણ?

રાજકોટ તા ૧૨, : જાણીતા લોકગાયિકા ગીતા રબારીએ રસી લીધાના સોશ્યલ મીડિયામાં મૂકેલા ફોટાએ કચ્છમાં વિવાદ સર્જ્યો છે. યુવા લોકગાયિકા  ગીતા રબારીએ ઘેર રસી લીધાનો ફોટો પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યો જે કોંગ્રેસના કચ્છના સક્રિય કાર્યકર અંજલિ ગોરની નજરે ચડી ગયો. તરત જ તેમણે સ્ક્રીન શોટ પાડીને આ ફોટો સોશ્યલ મીડિયા ઉપર મૂકીને ડીડીઓને સવાલ કર્યો કે, રજિસ્ટ્રેશન પછીયે આરોગ્ય કેન્દ્રમાં યુવાનોને લાઈનમાં ઉભ્યા પછી પણ રસી મળતી નથી. તો, ગીતા રબારીને ઘેર કેમ રસી અપાઇ? સેલિબ્રિટી ગાયિકા ગીતા રબારીનો આ ફોટો અને વિવાદ સોશ્યલ મીડિયા દ્વારા ન્યૂઝ મીડિયા સુધી પહોંચ્યો. જોકે, ગાયિકા ગીતાબેને વિવાદ વધતાં જ ફોટો તો હટાવી લીધો. પણ, વિવાદ વધી ગયો એટલે ડીડીઓ ભવ્ય વર્માએ ગાયિકા ગીતા રબારીને ઘેર રસી આપનાર મહિલા આરોગ્ય કર્મચારીનો ખુલાસો પૂછ્યો છે. જોકે, ગીતા રબારીએ રસી માટે ભુજ તાલુકાના ઢોરી ગામે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે છે.

(1:57 pm IST)