Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

જુનાગઢમાં જીઆરડી યુવતી પર જીઆરડી જવાને જ દુષ્કર્મ આચર્યુ

યુવતી પોલીસ સ્ટેશનની અગાશી પરથી નીચે પટકાતા હોસ્પિટલમાં ખસેડાઇ

 જૂનાગઢ: જૂનાગઢ જીલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ના જીઆરડી જવાને GRD યુવતી સાથે મૈત્રી કરાર કરી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ભોગ બનેલી એક જીઆરડી યુવતી અગાશી પરથી નીચે પટકાતા તેણીને જૂનાગઢ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે યુવતી પર બળાત્કાર ગુજારનાર જીઆરડી જવાનની ધરપકડ કરી લીધી છે.

ભેસાણ પોલીસ મથક માં જીઆરડી માં નોકરી કરતી 25 વર્ષીય એક યુવતીએ તેની સાથે જીઆરડી માં જ નોકરી કરતા પરિણીત જયદીપ વીરજી પરમાર રહે. ભાટગામ સામે બળાત્કાર ની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીના 2015 માં ચલાલા ખાતે લગ્ન બાદ છુટાછેડા થયા હતા અને છેલ્લા દોઢ વર્ષથી તેણી જયદીપ સાથે મિત્રતાના નાતે સંબંધ હતો.

ગત 31મે ના રોજ તેણીએ જયદીપ સાથે સ્ટેમ્પ પેપર ઉપર મૈત્રી કરાર પણ કર્યો હતો. તે અરસામાં 6 જૂનની રાતે જયદીપે તેણીને ફોન કરીને બહાર બોલાવી બાઈક પર લઈ જઈને જેતપુરના આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જ્યાં તેણી પર રાતે અને દિવસે બે વખત દુષ્કર્મ (Rape) ગુજાર્યો હતો બાદમાં તેઓ ભેસાણ આવ્યા હતા. ત્યારે તેણીને માતા-પિતા પાસે જવાનું હોવાથી અને જયદીપ સાથે રહેવું હતું. ત્યારે તેણી જયદીપ સાથે જતી રહી હતી અને બાદમાં જયદીપ તેણીને ભાટગામના રસ્તે વાડીએ લઈ ગયો હતો.

બાદમાં બીજા દિવસે તેણીને ભેસાણ છોડીને જયદીપ જતો રહ્યો હતો. બાદમાં યુવતીએ જયદીપ સામે તેના પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોધાવી હતી. તે અરસામાં ગઈકાલે સાંજે તેણીને તપાસ માટે પોલીસ મથકે આવેલી તે દરમિયાન પોલીસ મથકની અગાશી પરથી નીચે પટકાતા ગંભીર હાલતમાં પ્રથમ ભેસાણ ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે.

હાલ યુવતી બેભાન હાલતમાં હોવાથી અકસ્માતે પડી ગયેલી છે કે આપઘાત (Suicide) કરવાની કોશિષ તેની તપાસ શરૂ કરી છે. જીઆરડી (GRD) યુવતીની ફરિયાદ દાખલ કરી ભેસાણ પોલીસે જયદીપની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(3:28 pm IST)