Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

મોરબીના સિરામિક ઉદ્યોગકાર પાસેથી ટાઇલ્સના ૧૫૪૨ બોક્ષ મંગાવીને માર્યું ૧.૭૪ લાખનું બુચ !

સુરતના શખ્સે વિશ્વાસઘાત કર્યાની કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ

મોરબીના બેલા રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાના માલિક અને સ્ટાફને વિશ્વાસમાં લઈને સુરતના એક શખ્સ દ્વારા ટાઇલ્સના ૧૫૪૨ બોક્ષ મંગાવવામાં આવ્યા હતા જેના બિલના રૂપિયા ૧,૭૪,૨૦૧ નહિ આપીને કારખાનેદાર સાથે સુરતના શખ્સે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે માટે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ રોડમાં પાસે સત્તાધાર-૨ સોસાયટીમાં શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી જાતે પટેલ (ઉ.૨૪)એ હાલમાં નિલેશભાઇ સાવલીયા રહે. સુરત (મો.નં.૯૦૩૩૬૯૩૦૫૦) વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓનું બેલા ગામની સીમમાં લીઝા ટાઇલ્સ નામનું સિરામિકનું કારખાનું આવેલ છે ત્યારે આરોપીએ કોઈપણ રીતે ફરિયાદી અને તેના કારખાનાની માહિતી મેળવીને ગત તા.૦૧/૦૫/૨૦૨૧ થી આજદીન સુધીમાં તેના લીઝા ટાઇલ્સ નામના સિરામીકના કારખાનામાથી ટાઇલ્સનો વેપાર ધંધો કરતા હોય આરોપીએ કારખાનેદાર અને તેના સ્ટાફને વિશ્વાસમાં લઈને તેઓની પાસેથી ટાઇલ્સના ૧૫૪૨ બોક્ષ લીધા હતા જેના બિલના રૂપિયા ૧,૭૪,૨૦૧ નહિ આપીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને કારખાનેદારે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦ મુજબ વિશ્વાસઘાત અને છેતરપીંડીની કાર્યવાહી ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

(6:52 pm IST)