Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

યુવતી પર દુષ્કર્મ આચરનાર જીઆરડી જવાનની ધરપકડ

જીઆરડી યુવતીની જીઆરડી જવાન સામે ફરિયાદ : ભેસાણ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ભોગ બનેલી એક જીઆરડી યુવતી અગાશી ઉપરથી નીચે પટકાતા દાખલ

જૂનાગઢ, તા. ૧૩ : જૂનાગઢ જીલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનના જીઆરડી જવાને ય્ઇડ્ઢ યુવતી સાથે મૈત્રી કરાર કરી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ભોગ બનેલી એક જીઆરડી યુવતી અગાશી પરથી નીચે પટકાતા તેણીને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે યુવતી પર બળાત્કાર ગુજારનાર જીઆરડી જવાનની ધરપકડ કરી લીધી છે.

ભેસાણ પોલીસ મથકમાં જીઆરડીમાં નોકરી કરતી ૨૫ વર્ષીય એક યુવતીએ તેની સાથે જીઆરડીમાં જ નોકરી કરતા પરિણીત જયદીપ વીરજી પરમાર રહે. ભાટગામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીના ૨૦૧૫ માં ચલાલા ખાતે લગ્ન બાદ છુટાછેડા થયા હતા અને છેલ્લા દોઢ વર્ષથી તેણી જયદીપ સાથે મિત્રતાના નાતે સંબંધ હતો.

ગત ૩૧મે ના રોજ તેણીએ જયદીપ સાથે સ્ટેમ્પ પેપર ઉપર મૈત્રી કરાર પણ કર્યો હતો. તે અરસામાં ૬ જૂનની રાતે જયદીપે તેણીને ફોન કરીને બહાર બોલાવી બાઈક પર લઈ જઈને જેતપુરના આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જ્યાં તેણી પર રાતે અને દિવસે બે વખત દુષ્કર્મ ગુજાર્યો હતો બાદમાં તેઓ ભેસાણ આવ્યા હતા. ત્યારે તેણીને માતા-પિતા પાસે જવાનું હોવાથી અને જયદીપ સાથે રહેવું હતું. ત્યારે તેણી જયદીપ સાથે જતી રહી હતી અને બાદમાં જયદીપ તેણીને ભાટગામના રસ્તે વાડીએ લઈ ગયો હતો.

બાદમાં બીજા દિવસે તેણીને ભેસાણ છોડીને જયદીપ જતો રહ્યો હતો. બાદમાં યુવતીએ જયદીપ સામે તેના પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોધાવી હતી. તે અરસામાં ગઈકાલે સાંજે તેણીને તપાસ માટે પોલીસ મથકે આવેલી તે દરમિયાન પોલીસ મથકની અગાશી પરથી નીચે પટકાતા ગંભીર હાલતમાં પ્રથમ ભેસાણ ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ યુવતી બેભાન હાલતમાં હોવાથી અકસ્માતે પડી ગયેલી છે કે આપઘાત કરવાની કોશિષ તેની તપાસ શરૂ કરી છે.

 

(9:51 pm IST)