Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જેતપુરના ચાંપરાજપુર ગામે પટેલ ફળીયા વિસ્તારના બોરવેલના પાણી લાલ થઇ જતા લોકોમાં રોષ ફેલાયો

GPCB દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે તેવી માંગ :પ્રદુષિત ભૂગર્ભ જળની સમસ્યાનું નિવારણ નહિ થાય તો આંદોલનની ચીમકી

જેતપુર : શહેરના પ્રદુષણ માફિયાઓ ફરી સક્રિય થયા છે. 3 કિલોમીટર દૂર આવેલ ચાંપરાજપુર ગામના પટેલ ફળીયા વિસ્તારના બોરવેલના પાણી લાલ થઇ જતા લોકો માં રોષ જોવા મળ્યો હતો. ચાંપરાજપુર ગામના પટેલ ફળીયામાં આવેલ તમામ બોરવેલના ભૂગર્ભ જળ પ્રદુષિત થઇ ગયા છે. ગામના આ પટેલ ફળિયામાં છેલ્લા 3 મહિનાથી બોરવેલમાંથી લાલ અને કેમિકલ યુક્ત પાણી આવે છે અને મોટી દુર્ગંધ મારે છે.

ગામ લોકોની ફરિયાદ મુજબ આ ભૂગર્ભ જળ પ્રદુષિત થવા પાછળનું મુખ્ય કારણ ગામ લોકોની ફરિયાદ મુજબ, ગામની પાસે જ આવેલ કોટન પ્રિન્ટીંગના કારખાના છે જે તેવોનું કલર કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી ખુલ્લામાં છોડી મૂકે છે.

જેને લઈને પ્રદુષિત પાણી સીધું ભૂગર્ભમાં ઉતરી જઈને ભૂગર્ભ જળ પ્રદુષિત થયા છે, સાથે જ ભૂગર્વ જળમાં પાણી ઉતારવામાં આવે છે. આ પ્રદુષિત ભૂગર્ભ જળનું પાણી હવે પીવા લાયક રહ્યું નથી. પશુઓને પણ પાણી પીવડાવી શકતા નથી. જો કોઈ ભૂલે ચુકે પણ આ પાણી પી લે તો તે મનુષ્ય હોય કે પશુ તે બીમાર પડે છે. જેથી પાણી માટે આ લોકોને રીતસરના વલખા મારવા પડે છે. પટેલ ફળિયામાં અંદાજિત હાલતો 50 - 60 પરિવારો સીધી અસર થઇ છે, ત્યારે GPCB દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ગામ લોકોએ ચમકી આપી છે કે જો તેવો ની પ્રદુષિત ભૂગર્ભ જળ ની સમસ્યા નું નિવારણ નહિ થાય તો આંદોલન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદૂષણનું સ્તર કેટલે પહોંચી ચુક્યું છે તે ખુબ જ ચોંકાવનારૂ છે. બોરવેલ સામાન્ય રીતે ખુબ જ ઉંડો હોય છે તેવામાં ત્યાંનુ પણ પાણી જો મેલુ થઇ ચુક્યું હોય તો સમજી શકો છો કે પ્રદુષણનું સ્તર કેટલી હદે વ્યાપ્ત થઇ ચુક્યું છે. બોરવેલનું પાણી પણ પ્રદૂષિત આવે છે. આના પરથી તમે સમજી શકો છો કે જે જમીનના તળ પર રહેલા પાણીના સ્ત્રોતોની સ્થિતિ શું હશે. જો કે નિંભર તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓ આ અંગે કોઇ પગલા ઉઠાવશે કે નહી તે જોવું રહ્યું

(11:47 pm IST)