Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજકોટ ,જામજોધપુર ગ્રામ્ય વિસ્તાર , મોટી પાનેલી , શાપર વેરાવળ ,કાગવડ ખોડલધામ ,લોધીકા , મેટોડા સહિતના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ

રાજકોટ તા.૧૨

         રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે અને જુદા જુદા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસી જાય છે આજે પણ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી ટાઢક મળી છે.

    આજ સાંજના સમયે રાજકોટ ,જામજોધપુર ગ્રામ્ય વિસ્તાર , મોટી પાનેલી , શાપર વેરાવળ ,કાગવડ ખોડલધામ ,લોધીકા , મેટોડા સહિતના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે.

           રાજકોટ શહેરમાં પણ આખો દિવસ વાદળા અને તડકા વાળું વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે મેઘાવી માહોલ જામ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે

                જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર ::

જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે.તાલુકાના શેઠવડાળા , ઘુનડા સહિત ના ગામોમાં વરસાદ પડ્યો છે ભોજાબેડી , કલ્યાણપુર ગામે પણ વરસાદ ની પધરામણી થઈ છે.વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયા હતા.ખેતરોમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે.

               ખીરસરા

(ભીખુપરી ગોસાઈ દ્વારા)ખીરસરા::: રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલા ખીરસરા ચીભડા વાગુદડ મેટોડા સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

(5:29 pm IST)