Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

હળવદના સુંદરીભવાની ગામે મોટી દુર્ઘટના :મકાનની દિવાલ પડવાથી બે સગાભાઇ અને એક મહિલાનુ મોત: દેગામા પરીવાર પર આભ ફાટ્યું

કેનાલ કાંઠે આવેલ ગફલભાઈ સુરાભાઈ દેગામાની વાડીએ દીવાલ ધારાશાયી થતા તેમના બે દીકરા અને પુત્રવધૂના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત

હળવદના સુંદરીભવાની ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલ ગફલભાઈ સુરાભાઈ દેગામાની વાડીએ દીવાલ ધારાશાયી થતા તેમના બે દીકરા અને પુત્રવધૂને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં છેલાભાઈ ગફલભાઈ દેગામાં, વાઘજીભાઈ ગફલભાઈ દેગામાં એમ આ બન્ને ભાઈ તેમજ પુત્રવધૂનું મોત નીપજ્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે, એક માસ પૂર્વે હળવદ જીઆઈડીસીમાં દીવાલ ધસી પડતા 12- 12 લોકોના મૃત્યુ નિપજતા સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે આવી જ આ બીજી દુર્ઘટના સર્જાતા નાના એવા સુંદરીભવાની ગામમાં શોકની કાલીમા છવાઈ છે.

(8:20 pm IST)