Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગોંડલમાં ચાર કિલો ગાંજાના જથ્થા સાથે બે બિહારી શખ્સો ઝડપાયા

બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી બે શખ્સોને 4 કિલો ગાંજા સાથે પકડી લીધા

ગોંડલ: ગોંડલમાં ગાંજાના જથ્થા સાથે બે શખસો આવી રહ્યા હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી બે શખ્સોને 4 કિલો ગાંજા સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી પીઆઇ. ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ જ્યવિરસિંહ રાણા, હિતેશભાઈ અગ્રાવત, રણજીત ભાઈ ધાધલ, તેમજ વિજયગીરી ગોસ્વામીએ બાતમીના આધારે ગોંડલમાં વોચ ગોઠવી રણજીત કુમાર પોલીસ રાય યાદવ ( રહે હડમતાળા જીઆઇડીસી ઈટર્નલ એલોય કાસ્ટ કારખાનાની ઓરડી ) તેમજ મુકેશ પારસ રાય યાદવ (રહે હડમતાળા મૂળ બંને મોલાહા બિહાર વાળા) ઓને ગાંજાનો જથ્થો કિલો 4 કિંમત રૂપિયા 40000 મોબાઈલ તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 52900 મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

(8:17 pm IST)