Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ખંભાળિયામાં પ્રિમોન્‍સૂન કામગીરી

ખંભાળિયા, તા.૧૩: ચીફ ઓફિસર રઘજીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સેનીટેશન ઇન્‍સપેકટર કિશોરસિંહ સોઢા, સમદબાપુ, નામોરીભાઇ ગુણવંત વાઘેલાની ટીમ સાથે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ગટરો, નાલા, નદીના વહેણ, પૂલીયા, કેનાલો, અંડર ગ્રાઉન્‍ડ ગટરો સાફ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લોડર મશીન, ટ્રેકટર, જે.સી.બી. તથા જયાં જરૂર પડે ત્‍યા માણસો દ્વારા અંદર ઉતરીને ગટરો કેનાલો નીકો સાફ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તેલી નદી પાસે, સુખનાથ મહોત્‍સવ પાસે, પોરબંદર રોડ, જુની હોસ્‍પિટલ પાસે, પાળેશ્‍વર મહાદેવ મંદિર વિસ્‍તાર, વોર્ડ-૪ માં ગુજરાત મીલ પાસેનો વિસ્‍તાર, સળાયા નાકા  પાસેના વિસ્‍તારોમાં આ સફાઇ કાર્ય શરૂ કરાયુ છે તથા પ્રથમ વખત ભાડે મશીનો રાખ્‍યા વગર પાલિકાના જ મશીનો તથા માણસો સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

(10:03 am IST)