Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ખંભાળિયાઃ જિલ્લા પંચાયતના ૧૦ કલાર્કને બઢતી

ખંભાળિયા, તા.૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના દશ કલાર્કને બઢતી યોગ્‍યતા થતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા દ્વારા સામૂહિક બઢતીનો હુકમ કરાયો હતો.

બઢતી સાથે કચેરીઓમાં મુકાયેલ કર્મચારીઓમાં કલ્‍યાણપુર તા.પં.ના દેવશીભાઇ કંડોરીયા, આઇ-સી, ડી.એલ.કલ્‍યાણપુરના અમિતાબેન ગોમીયા, દ્વારકાના ચિરાગભાઇ જોશી, ભાણવડના પિયુષભાઇ વાટાઇ, બાંધકામ શાળાના ગોગનભાઇ વાઢીયા, સમાજ કલ્‍યાણના પીડાભાઇ બારડ, કલ્‍યાણપુર તા.પં.ના સચિન પંડાવદરા, વડોદરા જી.પં.ના પ્રતિ નિયુકત થયેલા માનસી કંડોરીયા સિંચાઇ વિભાગના રેખાબેન કાંળટીયા તથા મહેકમ વિભાગના અજય જોશીનો સમાવેશ થાય છે.

(10:22 am IST)