Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જોડિયાધામ રામવાડીમાં ગુરૂવારે પૂ.ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિતે ભંડારો- ધુવાડા બંધ, ભોજન સમારંભ

સંતો-મહંતો પધારશેઃ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટશે

 

(હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર, તા.૧૩: જામનગર જિલ્લાના જોડિયાધામમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર 'રામવાડી' આશ્રમ ખાતે બ્રહ્મલિન ઉદાસીન સંતશ્રી ભોલેદાસબાપુની તપોભુમી રામવાડીમાં તેમની પ્રેરણા તથા તેમના આશીર્વાદથી તેમજ રામવાડીના બ્રહ્મલિન મહંત શ્રી ભોલેદાસબાપુની આજ્ઞા અનુસાર શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા એવમ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ ભોલેબાબાજીની અસીમ કૃપાથી પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ  'ભોલેબાબા સેવક સમુદાય' દ્વારા પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની (૩૬ મી પુણ્યતિથિ મહોત્સવ)અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.

તા.૧૬ને ગુરૂવારે  બપોરે બાર કલાકે પૂજ્ય ભોલેબાબાજીના મંદિરમા ઢોલ, નગારા અને શખોદ્વારાથી ભવ્ય દિવ્ય આરતી કરવામાં આવશે, આ ઉપરાંત અર્ચદાસ, વિશેષ પૂજન કરવામાં આવશે તેમજ બપોરે ૧૨ કલાકે સાધુ, સંતો તથા ભકતજનોનો ભવ્ય દિવ્ય ભંડારો (મહાપ્રસાદ) રાખેલ છે તેમજ સાંજના ૫:૦૦ કલાકથી જોડિયાગામ સમસ્ત હિન્દુ સમાજનો ધુવાણાબંધ જમણવાર (મહાપ્રસાદ)નું સાથોસાથ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, સંતશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિત્તે રામવાડીમા ધજા પતાકા લગાડવવામા આવશે તેમજ પૂજ્ય ભોલેબાબાજીના મંદિરને લાઈટ ડેકરોશન રોશનીથી શુભોશીત કરવામાં આવશે તેમજ નિજ મંદિરમા અનોખા પુષ્પોના શણગાર દર્શન કરવામાં આવશે આ પ્રંસગે અનેક જગ્યાએથી સાધુ, સંતો, મહંતો બાબાજીના ભંડારામા પધારશે ભાવિકોને સંત દર્શન, સતસંગનો ત્રિવેણી સંગમ થશે તેમજ વિશાળ ભકત સમુદાય આ પ્રંસગે ઉપસ્થિત રહી દર્શન, સંત દર્શન અને બાબાજીના ભંડારાનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવશે, રામવાડીમા વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવશે પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ મહોત્સવ ઉજવવા ભોલેબાબા સેવક સમુદાયમા અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહયો છે તેમજ રામવાડી ગ્રુપ જોડિયાના ભાવિક ભકતજનો સેવા બજાવશે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વ સંતો, મહંતો તથા ભાવિક ભકતજનોને પધારવા ભોલેબાબા સેવક સમુદાય દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે યાદી સેવક સમુદાયવતી શનિભાઈ વડેરાએ જણાવેલ છે વધુ વિગત માટે સંપર્ક : શનિભાઈ વડેરા મો.૯૮૨૫૨ ૧૨૦૬૫, હર્ષદભાઈ વડેરા, મો.૯૪૨૮૨ ૦૮૨૨૩ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

(12:09 pm IST)