Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વડિયા, કુંકાવાવ, ચિતલ, અમરેલીના યુવાનો માટે પરેશ ધાનાણીના માર્ગદર્શનમાં ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૩: વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવતી હોય છે. હાલ યુવાનોનુ ચૂંટણીમા ખુબ મહત્વ વધ્યું છે અને યુવાનો ક્રિકેટની રમતમા પણ ખુબ રસ દાખવતા હોવાથી અમરેલી વિધાનસભામા પૂર્વ વિપક્ષી નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના માર્ગદર્શન અને મદદથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે વડિયા, કુંકાવાવ, અમરેલી અને ચિતલમા યુથ કોંગ્રેસ સક્રિય પણ જોવા મળી રહ્યું છે. આ બાબતે યુથ કોંગ્રેસના દેવરાજ બાબરીયા, મોનિલ ગોંડલીયા, પ્રતાપ કામળિયા, જુનેદ ડોડીયા, અભય ડેર, મુસ્તકીમ ચૌહાણ, તેજસ મસરાણી, ભૌતિક પાંધી, હર્ષ તેરૈયાની ટીમ ગ્રામીણ અને શહેરી વિસ્તારમા વધુને વધુ યુવાનો પોતાની ટીમ સાથે જોડાય તે માટે જહેમત ઉઠાવી રહી છે. વધુમાં વધુ યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટ મા ભાગ લે અને દરેક ગામ અને શહેર માથી વધુ ટીમો મેદાનમાં આવે તે માટે જહેમત ઉઠાવવામા આવી રહી છે. ત્યારે યુથ કોંગ્રેસના હોદેદારો તરફ થી સમગ્ર ટુર્નામેન્ટમા ટીમની નોંધણી કરવા માટે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના દેવરાજ બાબરીયા -૮૮૬૬૬૦૯૯૯૭,મોનીલ ગોંડલિયા-૯૦૩૩૩૩૩૩૬૧,-તાપકામળીયા-૮૮૪૯૦૪૧૫૧૧,જુનેદડોડીયા-૭૨૦૨૦૨૪૩૪૩,અભયડેર-૯૯૦૯૫૨૩૪૭૦,મુસ્તકીમચૌહાણ-૯૯૦૯૩૪૨૧૪૦,તેજસમસરાણી-૭૪૦૫૭૨૫૬૦૨,ભૌતિક પાંધી -૭૨૮૫૦૭૭૭૧૦,

હર્ષ તેરૈયા -૯૫૩૭૧૧૩૧૧૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.આ ઉપરાંત અમરેલી, કુંકાવાવ, વડિયા મા પરેશ ધાનાણીના કાર્યાલયનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. યુવાનોને પસંદની રમત સાથે ચૂંટણીની તૈયારીઓ શરુ થતા યુવાનો ને આકર્ષવા કોંગ્રેસ દ્વારા રમતના સાધનો પણ ભેટ આપવાના હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણીલક્ષી અનોખી કવાયત હાથ ધરવામાં આવી હોય તેવુ જોવા મળી રહ્યું છે.

(10:57 am IST)