Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જોડિયાની બજારમાં ગૌમાતાને હાંફળો ચડતા સારવાર કરાવી

 જોડિયાઃ અઠવાડિયાની અંદરમાં જોડિયા વિસ્તારની બે ગાયો બિમાર પડતાં જાહેર રસ્તામાં તડફળિયા મારતા જોવા મળેલ આ પહેલા જોડિયાની બાલ કૃષ્ણની હવેલી સામે એક વાછડીની આવી દશા જોવા મળી હતી તે વિસ્તારના વેપારીઓ એ ગામના પશુ ડોકટરને જાણ કર્યા પછી પશુ ડોકટર દ્વારા વાછડીને સારવાર કરેલ પંરતુ વાછડી બીજે દિવસે મુત્યુ પામી હતી આજ સવારે ગામ માંડવી ચૌક વિસ્તારમાં એક ગાયને હાફળો ચડતાં રસ્તા પર તડફળિયા મારતા તે વિસ્તારના જીલ્લા ભાજપાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી હાર્દિકભાઈ જે લીબાંણીએ સ્થાનિક પશુ ડોકટરને જાણ કરેલ. અને પશુ દવાખાનામાં, દવાઓ મોકલી, દવા આપ્યા પછી રસ્તા પર પડેલ માંદી ગાયની તબિયતમાં સુધારો જોવા નથી મળેલ. (અહેવાલઃ રમેશ ટાંક-જોડિયા)

(11:09 am IST)