Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જખૌ પાસે ચરસના ૧૦ પેકેટ મળ્યા

દરિયામાં ફેંકાયેલા ચોખાના પેકેટમાં ચરસ

ભુજ,તા.૧૩:  બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાં કરાઈ રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ફરી એકવાર ચરસના પેકેટ મળી આવ્યા છે. વરાયાથાર બેટ પાસે ચોખાના પેકેટમાં બિનવારસુ ચરસનો આ જથ્થો મળી આવ્યો હતો.

બીએસએફ દ્વારા આ જપ્ત કરાયેલ આ જથ્થામાં ચોખાના પેકેટ ઉપર કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા લખેલું છે. મે ૨૦૨૦ થી અત્યાર સુધી માં અલગ અલગ એજન્સીઓને જખૌ ના દરિયામાંથી મળેલ ચરસનો કુલ જથ્થો ૧૫૬૦ પેકેટ ઉપર પહોંચ્યો છે.

(12:10 pm IST)