Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૨૩ આરોપી ઝડપાયા

વઢવાણ,તા.૧૩ : ડ્રાઇવ દરમ્‍યાન સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરી પેરોલ ફર્લો સ્‍કવોડ દ્વારા ચોટીલા પો.સ્‍ટે.ના સને-૨૦૧૧ ના વર્ષનો અપહરણ વીથ પોસ્‍કો એકટ હેઠળના ગુન્‍હાનો લાંબા સમયથી નાસતો ફરતો આરોપી તથા પાટડી પો.સ્‍ટે.ના સને-૨૦૧૪ ના વર્ષના જમીન કૌભાંડ કેસના આરોપી સહિત અન્‍ય ગુન્‍ગના મળી કુલ-૪ તથા પેરોલ જમ્‍પ કુલ-૧ આરોપીઓ શોધી અટક કરવામાં આવેલ, આ સિવાય એલ.સી.બી. દ્વારા નાસતા ફરતા આરોપી ફૂલ-૭, એસ.ઓ.જી. દ્વારા પેરોલ જમ્‍પ આરોપી કુલ૧, થાનગઢ પોસ્‍ટે, દ્વારા કુલ-૨, ઝીંઝુવાડા પો.સ્‍ટે. દ્વારા કુલ-ર, તથા સાયલા, મુળી, ચોટીલા, નાની મોલડી અને ધ્રાંગધ્રા તાલુકા પો.સ્‍ટે.
 તથા ધ્રાંગધા સીટી પો.સ્‍ટે. દ્વારા ૧-૧ આરોપીઓ શોધી અટક કરી ડ્રાઇવ દરમ્‍યાન કુલ-૨૧ નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્‍પ આરોપી અટક-૨ મળી કુલ-૨૩ આરોપીઓ અટક કરી અસરકારક અને પરીણામલક્ષી ડ્રાઇવને સફળ બનાવવામાં આવેલ છે.

 

(11:21 am IST)