Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગુમ થયેલ ૫ વર્ષની બાળાને વંથલી પોલીસ ટીમે શોધી આપી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૧૩ : રેન્જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટી સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવી માર્ગદર્શન હેઠળ ખોવાયેલ તથા ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા અંગે સુચના આપી હતી. જેથી શારદાબેન ચીમનભાઇ જીવાભાઇ વાઢેર રહે શાપુર ગામ વાળા એક નાના બાળકને અત્રે પો.સ્ટે. લાવી જણાવેલ કે એક અજાણ્યા બહેન ચાર દિવસ પહેલા આ નાના બાળકને અમારા ઘરે મુકી જતા રહેલ છે.

જેથી વંથલી પો.સ્ટે. ના પો.સબ. ઇન્સ. ડી.જી.બડવા તથા પો.સબ ઇન્સ. વિ.કે.ઉંજીયા તથા એ.એસ.આઇ એન.આર.વાઢેર તથા પો.હેડ કોન્સ. પી.એસ.શેખવા તથા પો.કોન્સ. મુળુભાઇ વાંદા તથા પો.કોન્સ. ખીમાભાઇ ખાંભલા તથા પો.કોન્સ. વિક્રમસિંહ જુંજીયા એ રીતેના પો.સ્ટાફના માણસોએ ભારે જહેમત ઉઠાવી સોશ્યલ મીડીયાના માધ્યમથી તથા અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી માહીતી મેળવતા જૂનાગઢ શહેર 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમા અરજદાર મનોજભાઇ રસીકભાઇ સોલંકી રહે જમાલવાડી ખાડીયામાં ધારાગઢ દરવાજા વાળાએ પોતાના માતા તથા તેનું પાંચ વર્ષનું નાનુ બાળક ગુમ થયા અંગેની અરજી આપેલ હોવાનું જાણવા મળતા જૂનાગઢ શહેર 'એ' ડીવીઝન પોલીસ સ્ટાફને બાળકને સોંપી આપેલ છે. આમ, ગણતરીના કલાકોમાં ગુમ થનાર પાંચ વર્ષના નાના બાળકને શોધી કાઢતી વંથલી પોલીસ આ કામગીરી વંથલી પોલીસ સ્ટેશના પો.સબ. ઇન્સ. ડી.જી.બડવા તથા પો.સબ. ઇન્સ. વિ.કે. ઉંજીયા, તથા એ.એસ.આઇ એન.આર.વાઢેર તથા પો. હેડ કોન્સ. પી.એસ.શેખવા તથા પો.કોન્સ. મુળુભાઇ વાંદા તથા પો. કોન્સ. ખીમાભાઇ ખાંભલા તથા પો. કોન્સ. વિક્રમસિંહ જુંજીયાએ કરી છે.

(11:21 am IST)