Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વાંકાનેરનાં બ્લોચ-કાબરા પરિવારનાં સભ્યો હજ્જે બયતુલ્લાહની સફરે જતા વિદાય સમારંભ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૩ : અહીં લક્ષ્મીપરાના બ્લોચ પરિવાર તથા કાબરા પરિવારના છ સભ્યો આજે હજ્જે બયતુલ્લાહ જજતા તેઓનો વિદાય સમારંભ રવિવારે ઘાંચી જુમાતખાના, લક્ષ્મીપરા -૩ ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં અનેક હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ હજ્જ પઢવા જતા જનાબ ગફારભાઇ હાસમભાઇ મેમણ તથા મોહતરમાં સાયરાબેન ગફારાભાઇ મેમણ, જનાબ ઇમરાનભાઇ મોશીનભાઇ બ્લોચ, મોહતરમાં જમીલાબેન બ્લોચ, મોહતરમાં ફરહાબાનુ સીકંદરભાઇ બ્લોચને વિદાય આપવા માટી બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજર રહી હજની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ, ઇરફાનભાઇ પીરઝાદા, ઝાકીરભાઇ બ્લોચ, યુસુફભાઇ શેરસીયા, મુસ્લિમ સમાજના મહામંત્રી મહમંદભાઇ રાઠોડ સહિત તોફીકભાઇ અમરેલીયા, ડોકટર ફૈઝાન અમરેલીયા, સહિતના મોટી સંખ્યામાં ડોકટરો,વકીલો હાજર રહ્યા હતા. આગામી તા. ૨૧/૬ મુંબઇથી મદિના શરીફ જવા રવાના થશે.

(11:23 am IST)