Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વાંકાનેર પંથકમાં એકાદ ઇંચથી વધુ વરસાદઃ ધરતીપુત્રો વાવણી કાર્યમાં જોડાયા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૩ : વાંકાનેર  તથા પંથકમાં અહસ્‍ય તડકા તથા બફારામાં સેકાતા પ્રજાજનેના હૈયે ટાઢક આપતા મેઘરાજા રવિવારે સાંજે મન મુકીને વરસયા હતા. ગાજ વીજ સાથે શરુ થયેલ વરસાદ વાંકાનેર શહેર કરતા ગ્રામ્‍ય પંથકમાં વાવણી જોગ વરસાદ થતા ખેડુતો ચહેરા પણ ખુશખુશાલ દેખાઇ રહયા છે.
વાંકાનેર પંથકના મહીકા માહોલ જેમાં મહીકા, કોઠી, જોધપર, જાલસીકા, હોલમઢ, રસીકગઢ, ગારીયા, માટેલ પંથકમાં ઢુવા, માટેલ વગેરે તથા તિથવા માહોલમાં અમરસર, પાંચ દ્વારકા તીથવા પીપળીયારાજ તથા વાલાસણમાંથી સારી વાવણી લાયક વરસાદના વાવડ મળી રહયા.
જયારે વરસાદ દરમિયાન રાબેતા મુજબ વીજ પુરવઠો ખોરવાઇ ગયેલ હતો. જે મોડી સાંજ સુધી શરૂ થયેલ ન હતો. વીજ કર્મચારીઓ ફોલ્‍ટ ગોતવા દોડધામ કરી રહયા હતા. શહેરમાં પણ અનેક સ્‍થળે વીજ પુરવઠો ગુલ થઇ ગયો હતો.

 

(11:24 am IST)