Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પાલીતાણામાં એસટી બસની હડફેટે બાઇક ચાલક યુવાનનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં એસ.ટી બસે બાઈક સવારને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત નીપજયું હતું. અકસ્‍માત અંગે મળતી માહિતી મુજબ પાલીતાણામાંᅠ મેઇન બજારમાં એસટી બસના ચાલકે બાઇક પર જઇ રહેલા મઢડા ગામના રોહિતસિંહ સરવૈયા નામના યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ૧૦૮ મારફત હોસ્‍પિટલ ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. આ અંગે પાલીતાણા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(

 

(11:48 am IST)