Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કુતિયાણાની ચૌટા ચેક પોસ્‍ટ પાસે ઇંગ્‍લીશ દારૂની ૬૪ બોટલો સાથે પોરબંદરનો શખ્‍સ ઝડપાયો

પોરબંદર,તા. ૧૩: કુતિયાણા ચૌટા ચેક પોસ્‍ટ ખાતેથી પોરબંદરના પ્રીતેશ ઉર્ફે પીન્‍ટુ જુંનને ઇંગ્‍લીશ દારૂની ૬૪ બોટલો કિ. રૂા. ૨૫,૬૫૦ના મુદ્દામાલ સાથે એલ.સી.બી. પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્‍જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્‍તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી ઇન્‍ચાર્જ પી.આઇ. એચ.બી.ધાંધલ્‍યા તથા એલ.સી.બી. પો.સ્‍ટાફને પેટ્રોલીંગ દરમ્‍યાન હેડ કોન્‍સ. ઉદયભાઇ વરૂ તથા હેડ કોન્‍સ. જીણાભાઇ કટારાનાઓને મળેલ સંયુકત ચોક્કસ હકિકત આધારે કુતિયાણા ચૌટા ચેક પોસ્‍ટ પાસે જાહરે રોડ ઉપરથી પ્રીતેશ ઉર્ફે પીન્‍ટુ સંજયભાઇ જુંગી (ઉવ.૩૦) રહે. ઝુરીબાગ પોરબંદર વાળાને ઇંગ્‍લીંશ દારૂની અલગ અલગ બ્રાન્‍ડની નાની -મોટી કાચની કંપની શીલપેક બોટલો નંગ ૬૪ કી. રૂા. ૨૫,૬૫૦ની સાથે પકડી પાડેલ છે. તેમની પાસે ભૂતકાળમાં દારૂના ગુન્‍હા નોંધાયેલ છે.

ચેકિંગ કામગીરીમાં એલસીબી ઇન્‍ચાર્જ પીઆઇ એચ.બી.ધાંધલ્‍યા, હેડ કોન્‍સ. જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, ગોવિંદભાઇ મકવાણા, ઉદયભાઇ વરૂ, કુલદિપસિંહ જાડેજા, કોન્‍સ. દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(11:48 am IST)