Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભાડલા પોલીસે પારેવાળા ગામે જુગાર રમતા ૮ને ઝડપી લીધા

(કરશનભાઇ બામટા દ્વારા) આટકોટ તા. ૧૩: ભાડલા પોલીસે પારેવાળા ગામે રેઇડ કરી જુગાર રમતા ૮ શખ્‍સોને ઝડપી લીધા હતા.
પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા પ્રોહી.-જુગારની પ્રવૃતિ નેસ્‍ત નાબુદ કરવા માટે સુચના આપેલ હોય ભાડલા પોલીસે પારેવાળા ગામે રેઇડ કરી જુગાર રમતા, (૧) રમેશ ખોડાભાઇ પરમાર, (ર) રાજેશ ખોડાભાઇ પરમાર, (૩) અમરશી લખમણભાઇ પરમાર, (૪) બચુ ભીખાભાઇ પરમાર, (પ) મોહન મુળાભાઇ પરમાર, (૬) મનસુખ મુળાભાઇ પરમાર, (૭) મહીપત પાંચાભાઇ વાઘાણી તથા (૮) દિલીપ હરસુરભાઇ વાવડીયા રહે. બધા પારેવાળા તા. જસદણ ને રોકડા રૂા. ૧પ૭૭૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી પો. હેડ કોન્‍સ. અશ્‍વિનભાઇ માલકીયા, પો. કોન્‍સ. મહાવીરભાઇ બોરીચા, લાલજીભાઇ તલસાણીયા, અરવિંદભાઇ ઝાપડીયા, સંજયભાઇ રાજપરા તથા ઉદયભાઇ ધાધલે કરી હતી.

 

(11:49 am IST)