Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગોંડલનો દેવીપુજક ચોરાઉ વાહન સાથે ધોરાજીમાં ઝબ્‍બે

ધોરાજી તા.૧૩ : રાજકોટ રેન્‍જ પોલીસ મહાનિર્દેશક સંદિપસીંગ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડે તથા જેતપુર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલે રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં થયેલ ચોરીના વણશોધાયેલ મિલ્‍કત વિરૂધ્‍ધના ગુના શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્‍વયે ધોરાજી પોલીસ સટેશનના પો.ઇન્‍સ. એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો ધોરાજી ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરીમયાન હકિકત મળેલ કે ધોરાજી પો. સ્‍ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૧૧ર૧૩૦૧૦રર૦૪૧૧ - ર૦રર આઇ.પી.સી. કલમ ૩૭૯ના કામે ચોરાયેલ મો.સા. એક ઇસમ ગોંડલ થી ધોરાજી તરફ લઇ આવતો હોવાની હકિકત મળતા સદરહું મો.સાની વોચમાં ધોરાજીશ્રીનાથજી સોસાયટી બજરંગ ઢોસા પાસે હતા.

દરમિયાન ગોંડલ તરફથી સદરહુ વણૃન વાળુ મો.સા. લઇ એક ઇસમ શંકાસ્‍પદ હાલતમાં નીકળતા જેને રોકી ચેક કરતા આગળ પાછળ નંબર પ્‍લેટ લગાડેલ ન હોય જેથી તેના ચેસીસ નંબર જોતા ડીયુએફબીએમસી-ર૯૪ર૦ તથા એન્‍જીન નંબર ડીયુએફબીએમસીપ૬પ૪૪ હોય જે પોકેટકોપમાં સર્ચ કરતા સદરહુ મો.સા. ઉપરોકત ગુનાના કામે ચોરી થયેલ હોય જેથી સદરહુ મો.સા.ધોરાજી પોલીસ સ્‍ટેશનના ગુનાના કામે કબ્‍જે કરી આરોપી રાકેશ ભરતભાઇ ચુડાસમા, દે.પુ.ઉ.વ.ર૦ રહે. ગોંડલ વોરા કોટડારોડ, આવાસ કવાટર ત્રણ માળીયા સબ જેલની સામેને ઝડપી લીધેલ છે.

આરોપીઓ સામે (૧) ઉના પો.સ્‍ટે.બી. પાર્ટ ગુ.રં.ન.૦૦૦ર-ર૦ર૦, બીપીએ કલમ ૧ર૪ (ર) ગોંડલ તાલુકા પો. સ્‍ટે. સી. પાર્ટ ગુ.ર.નં. ૧૧ર૧૩૦૧૬ર૧૦૪ર૪-ર૧ પ્રોહી કલમ - ૬પ બીસીડીઇએફ ગુન્‍હો નોંધાયેલ છે.

(11:49 am IST)