Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મહિલા આરોપીની સુરેન્‍દ્રનગરમાં રહેતી દીકરીએ નોટ છાપવાનું કલર પ્રિન્‍ટર કેનાલમાં ફેંકી દીધાનું ખુલતા ભાવનગર પોલીસ દોડતી થઇ

 વઢવાણ,તા.૧૩ :   ભાવનગર ખાતે રૂપિયા બે હજારની ૩૭૯ જાલી ચલણી નોટ સાથે બે મહિલાની ધરપકડ કરવાના બનાવનો રેલો સુરેન્‍દ્રનગર સુધી પહોંચ્‍યો છે. મહિલા આરોપીની સુરેન્‍દ્રનગર રહેતી દિકરીએ સાગરીત સાથે મળી નકલી નોટ છાપવાનું કલર પ્રિન્‍ટર દુધરેજ કેનાલમાં ફેંકી દીધાનું બહાર આવતા મોડી સાંજ સુધી કેનાલમા  પ્રિન્‍ટરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

 ભાવનગર એસઓજીની ટીમે બોટાદની મનિષાબેન ધનજીભાઈ રેલીયા અને ભાવનગરની રેખાબેન હર્ષદભાઈ મકવાણા નામની બે મહિલાને રૂા.૨૦૦૦ની ૩૭૯ ડુપ્‍લીકેટ ચલણી નોટો સાથે ઝડપી લીધી હતી. આ બન્ને આરોપીની કડક પુછપરછ દરમિયાન માસ્‍ટર માઈન્‍ડ આરોપી મનિષાબેને ડુપ્‍લીકેટ નોટ છાપવા ઉપયોગમાં લેવાયેલુ કલર  પ્રિન્‍ટર પોતાની સુરેન્‍દ્રનગરના કળષ્‍ણનગરની પાછળ ગોલ્‍ડનપાર્ક ફ્‌લેટમાં રહેતી દિકરી સલોની બતાડાને મોકલી દીધુ હતુ અને ભાવનગર પોલીસ સલોની અને અમીત રાજાણીને ઉઠાવી ગઈ હતી. આ બન્નેની પુછપરછમાં સલોનીએ પુરાવાનો નાશ કરવા કલર  પ્રિન્‍ટર તેના સાગરીત અમીત રાજાણીની મદદથી સુરેન્‍દ્‌નગરની દુધરેજ કેનાલમાં ફેંકી દીધુ હોવાનું  ખુલતા ભાવનગર પોલીસનો કાફલો સુરેન્‍દ્રનગર દોડી આવ્‍યો હતો અને સુરેન્‍દ્‌નગર એ ડિવીઝન પોલીસની મદદથી દુધરેજ કેનાલમાં  કલર  પ્રિન્‍ટર શોધવાની કવાયત હાથ ધરી હતી. પાલિકાના ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓની મદદથી કેનાલમાં મોડી સાંજે સુધી  પ્રિન્‍ટર શોધવા પ્રયાસો ચાલુ રાખવામાં આવ્‍યા હતા. 

(11:52 am IST)