Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

માછીમારી કરતા દસ બોટ સંચાલકો સામે કાર્યવાહી

જામખંભાળીયા, તા., ૧૩: ખંભાળીયા તાબેના સલાયા તથા વાડીનાર ઉપરાંત ઓખા મરીન વિસ્‍તારમાં આવેલા દરીયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા ગયેલા જુદા જુદા દસ આસામીઓ સામે સ્‍થાનીક પોલીસ દ્વારા જાહેરનામાના તથા ફિશરીઝ એકટનો ભંગ કરવા સબબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

જે અંતર્ગત ખંભાળીયા તાલુકાના સલાયા ગામના અલી હુસેન ચમડીયા, હુસેન જુનુસ, ગંઢાર, આલી જુનસ ગંઢાર, વાડીનારના મુસા મહંમદ કકલ, ઓખામંડળના આસલમ નુરમામદ સુંભણીયા, ફિરોજ હાસમ પઠાણ, મુસા સતાર સુંભણીયા, આરીફ અબ્‍દુલ શેખ અને કરીમ ઓસમાણ ઇસ્‍બાની નામના કુલ દસ બોટના સંચાલકો સામે પોતાના અંગત આર્થિક લાભ માટે પોતાના તથા બોટમાં કામ કરતા ખલાસીઓના જીવ જોખમમાં મુકી, માછીમારી કરી-કરાવીને કાયદાનું ઉલ્લંઘન કર્યાનો ગુનો નોંધી આ અંગે કાર્યવાહી કરવા માટે ફિશરીઝ વિભાગને જરૂરી રીપોર્ટ કરવામાં આવ્‍યો છે.

આ સમગ્ર કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના પી.આઇ. અક્ષય પટેલ, એસ.ઓ.જી. વિભાગના ઇન્‍ચાર્જ પી.ઇ.પી.સી. સીંગરખીયા, વાડીનાર મરીન પોલીસ મથકના પીએસઆઇ પી.ડી.વાંદા તથા ઓખા મરીન પોલીસ મથકના પીએસઆઇ ડી.એન.વાંઝા દ્વારા કરવામાં આવી હતી.

(1:03 pm IST)