Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આમરણ ખાતે દાવલશા પીરના ઉર્ષની ઉજવણી

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૧૩:  આમરણ ખાતે આવેલ હિન્‍દુ-મુસ્‍લિમની એકતાના પ્રતિક સમી દાવલશા પીરની દરગાહ ખાતે પર૯મા ઉર્ષ શરીફની ગત રાત્રીના ઉજવણી કરવામાં આવી હતી. અંદાજે ૪૦ હજાર ઉપરાંત લોકોએ ઉર્ષમાં ભાગ લઇ પીરશ્રીની મઝારના દર્શન કરી મન્‍નતો માની હતી. ગઇકાલે રવિવારે સવારથી જ સૌરાષ્‍ટ્રભરમાંથી લોકો ઉપટી પડયા હતા. દાવલશા પીર દરગાહ ટ્રસ્‍ટના ઉપક્રમે ઉર્ષ પ્રસંગે પરંપરાગત રાત્રીના ૧૦ કલાકે મઝાર પર સંદલવિધિ માટે દરગાહના દ્વાર બંધ થયા હતા. ખાદીમ કાસમ મિંટ બુખારી અને સાથીદારો દ્વારા રાત્રીનાં ૧ર કલાકે સંદલવિધિ થયા બાદ ટ્રસ્‍ટ દ્વારા પ્રથમ સોડ સૈયદ જમાતના પીરે તરીકત હુશેનબાપુ (સુપાસીવાળા)ના હસ્‍તે ચઢાવવામાં આવી હતી. બાદ આમ જનતા દર્શન માટે દરગાહના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્‍યા હતા. રાત્રીભર હજારો લોકોએ ઉર્સને માણ્‍યો હતો. આજે સવારે ઉર્ષ શરીફ સંપન્‍ન થયો હતો. તદુઉપરાંત દરબારીવાસમાં ીશર મુબારક દરગાહ ખાતે પણ મુજાવર અશરમિંયાબાપુના નેજા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. નામાંકિત કવ્‍વાલોની કાર્યક્રમને લોકોએ રાતભર માણ્‍યો હતો. દરગાહના તેમજ મુસ્‍લિમ જમાતના યુવાનોએ ઉર્ષ શરીફને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પી.આઇ. વિરલ પટેલના સુપરવિઝન હેઠળ પી.આઇ. તેમજ પી.એસ.આઇ. પીઠીયા, રામાનુજ, જેઠવાએ જવાનો સાથે પેટ્રોલીંગ ગોઠવી ચુસ્‍ત બંદોબસ્‍તન જાળવ્‍યો હતો.  

(1:10 pm IST)