Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મોરબીમાં ‘‘કાવ્‍ય કળશ''ઓદ્યોગિક નગરી સાહિત્‍ય રસમાં તરબોળ બની !

 મોરબી,તા.૧૩: મોરબીના સન સીટી ગ્રાઉન્‍ડ ખાતે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્‍સવ સમિતિ દ્વારા ‘કાવ્‍ય કળશ' કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં વિશ્વવિખ્‍યાત કવિ ડોક્‍ટર કુમાર વિશ્વાસ તથા તેમની ટીમ કવિ અમિત શર્મા, કવિ ચેતન ચર્ચિત, કવિયત્રી સુમન દુબે, કવિ સુરેન્‍દ્ર દુબેજી, તેમજ કવિ જાની બૈરાગી સહિતના કવિઓ એ કવિતાઓની હેલી વરસાવી મોરબીની જનતાને સાહિત્‍યના રસમાં તરબોળ કર્યા હતા

 મધરાત્રી સુધી ચાલેલા કાર્યક્રમમાં પણ લોકો ઉઠીને જવાની હિમત કરી શકયા ના હતા અને કાર્યક્રમની પુર્ણાહુતી સુધી સાહિત્‍યનુ રસપાન કર્યું હતું કવિઓએ કવિતાની સુરાવલી સાથે દેશની વર્તમાન સ્‍થિતિ, રાજકીય કાવાદાવાઓ પર હળવી શૈલીમાં કટાક્ષ કર્યો હતો સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્‍યમંત્રી બ્રીજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ  દેથરીયા સહિતના અગ્રણીઓ, સિરામિક ઉદ્યોગપતિઓ, શહેરના નાગરિકો હજારોની સંખ્‍યામાં જોડાયા હતા અને મોરબીમાં પ્રથમ વખત યોજાયેલ હિન્‍દી કવિઓનું કવિ સંમેલન અદભુત સફળતા સાથે પૂર્ણ થયું હતું.

(1:10 pm IST)