Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

માલવીયા ચોકમાં મોડી રાતે બે બાઇક અથડાતાં ૪ને ઇજા

રાજકોટ તા. ૧૩: માલવીયા ચોકમાં મોડી રાતે પોણા બે વાગ્યે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઇક પર બેઠેલા માર્કેટ યાર્ડ પાછળ સાગરનગરમાં રહેતાં સુનિલ જયસુખભાઇ સોલંકી (ઉ.૨૧)ને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સામેના બાઇક પર ત્રણ યુવાનો બેઠા હતાં. તેને પણ ઇજા પહોંચી હતી. જેમાં વિશાલ નરેશભાઇ વાઘેલા (ઉ.૨૩-રહે. શાહીબાગ અમદાવાદ), મિહીર પંકજભાઇ જારેરા (ઉ.૨૮-રહે. ભીલવાસ-૩) અને દેવ રાજેશભાઇ વાઘેલા (ઉ.૨૨-રહે. ભીલવાસ-૨)ને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(1:12 pm IST)