Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગોંડલમાં મકાનમાં ચાલતી જુગારની મીની કલબ ઉપર પોલીસ ત્રાટકીઃ ૧૭ પત્તાપ્રેમી પકડાયા

સોમનાથ સોસાયટીમાં હિતેન્દ્રસિંહ બે ફિલ્ડમાં જુગાર રમાડતો'તો : ૧.રર લાખની રોકડ સહિત ૪.૧૭ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા.૧૩: ગોંડલમાં રેહણાંક મકાનમાં ચાલતી જુગારની મીની કલબ ઉપર સીટી પોલીસે રઇડ કરી જુગાર રમતા ૧૭ પત્તપ્રેમીઓને ૪.૧૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ગોંડલમાં નેશનલ હાઇવે ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં હિતેન્દ્રસિંહ તખતસિંહ જાડેજા તેના મકાનમાં બે ફિલ્ડ બેસાડી જુગાર રમાડતો હોવાની બાતામી મળતા ગોંડલના પી.આઇ. મહેશ સંગાડી તથા ટીમે દરોડો પાડી જુગાર રમતા ૧૭ શખ્સોને રોકડા રૂા. ૧.રર તથા વાહનો મળી કુલ ૪.૧૭ લાખ મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં મકાન માલીક (૧) હિતેન્દ્રસિંહ તખતસિંહ જાડેજા (ર) મેહુલ ભીખુભાઇ બાવળીયા રહે. વીરપુર, (૩) પરાગ ભયલુભાઇ દુધરેજીયા રહે ગોંડલ રેલ્વે સ્ટેશન પાછળ રામનાથ (૪) હુશેન હાશમભાઇ પતાણી રહે. ગોંડલ બસ સ્ટેન્ડ પાછળ સુમરા સોસાયટી (પ) બ્રિજરાજસિંહ પ્રદપીસિંહ ચુડાસમા રહે. ગોંડલ સિધ્ધાર્થ નગર આશાપુરા ચોકડી પાસે (૬) નિલેશ કરશનભાઇ ગોહીલ રહે ગોંડલ પંચવટી સોસાયટી (૭) ભગરીથસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, રહે .ગોંડલ સહજાનંદ નગર રાધાકૃષ્ણ મંદિર પાછળ(૮) પંકજ વીનુભાઇ રાઠોડ રહે. ગોંડલ મોહનપાર્ક સુમારા સોસાયટી(૯) સંજય પ્રભાશંકરભાઇ શેલવડા રહે. ગોંડલ ખોડીયારનગર (૧૦) ખુમાનસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. ગોડલ રામનાથ નગર લાલપુલ પાસે (૧૧) મયુરસિંહ દીલુભા જાડેજા રહે. આંબલીયાળા તા.કોટડા સાંગાણી (૧ર) રોહીતસિંહ ભાવસિંહ સરવૈયા રહે. રાધાનગર શેરી નં.૧ (૧૩) જયપાલસિંહ કીરીટસિંહ ઝાલા રહે. ગોંડલ સૈનીક સોસાયટી નેશનલ હાઇવે (૧૪) તુષારસિંહ કીશોરસિંહ ચુડાસમાં રહે. ગોંડલ સિધ્ધાર્થનગર આશાપુરા ચોકડી પાસે (૧પ) પુષ્પરાજ જનકભાઇ વાળા રહે. ગોંડલ સિધ્ધાર્થનગર આશાપુરા ચોકડી પાસે. (૧૬) ભુપેન્દ્રસિંહ ગજુભા ચુડાસમા રહે. ગોંડલ અજમેરાનગર શેરી નં.૩ તથા (૧૭) સહદેવસિંહ ચંદુભા જાડેજા રે. સિધ્ધાર્થનગર આશાપુરા ચોકડી પાસે ગોંડલનો સમાવેશ થાય છ.ે

પકડાયેલ તમામ સામે જુગારધારા હેઠળ ગૂન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

(1:14 pm IST)