Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જામનગરમાં ૩ દિવસ દરમિયાન ગેરકાયદે હથિયારના ૬૯ કેસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૩ : પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના માર્ગદર્શન મુજબ તા. ૨/૬/૨૦૨૨થી તા. ૪/૬/૨૦૨૨ દિન-૩ માટે અલગ અલગ ટીમો બનાવી સઘન વાહન ચેકીંગ કરી આવા ગે.કા. હથિયારો મળી આવ્‍યે તેઓ વિરૂધ્‍ધ જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબના કેસો કરવા માટે સ્‍પેશ્‍યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હતી. આ ડ્રાઇવ દરમ્‍યાન સઘન વાહન ચેકીંગની કામગીરી કરી શહેર ડીવીઝનમાં કુલ-૨૮ કેસો તથા ગ્રામ્‍ય ડીવીઝનમાં ૪૧ કેસો મળી જામનગર જીલ્લામાં કુલ ૬૯ કેસો ગે.કા. હથીયાર સાથે પડકાયેલ ઇસમો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.તેમ જે.એસ.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક ઇ.જામનગર શહેર વિભાગ જામનગરની યાદીમાં જણાવ્‍યુ છે.

(1:22 pm IST)