Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જામનગર - રાજકોટ હાઇવે પર લૈયારા નજીક બાઇકની પાછળથી ટ્રકે ઠોકરે લેતા યુવાનનું મૃત્‍યુ

ધ્રોલ તા. ૧૩ : લૈયાર ગામ નજીક આવેલા અરજન નગરીની સામે ગઈ કાલે સાંજે હુસેન જુશબભાઈ ખીરા (ઉં.૩૦) રે. લૈયારાનુ મુત્‍યુ થયુ છે.

મળતી વિગત મુજબ ધ્રોલના લૈયારા ગામે બાઈકને પાછળથી હડફેટ લેતા બાઈક ચાલકનુ મૂત્‍યુ બાઈક ચાલક હુસેન ખામટા પાસે આવેલ કોટેક્ષ નામના કારખાના મંજુરી કામ કરી પોતાના ઘરે આવતા દરમિયાન પાછળ આવતુ ટેન્‍કર જીજે૧૦ટીવી-૧૩૬૦ પોતાનુ ટેન્‍કર પુરજપેᅠ આવતા બાઈકને પાછળ થી અડફેટ લેતા બાઈક ચાલકને માથાના શરીરના ભાંગે ગંભીર ઈજા થતા તેઓ ધ્રોલ ૧૦૮ની મદદથી તાત્‍કાલિક સારવાર માટે સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડયા ત્‍યા ફરજ પર ડોક્‍ટરે મૃતᅠ જાહેર કરેલ. અકસ્‍માત લઈ મૂત્‍યુ પામનારના ભાઈએ ધ્રોલ પોલીસમા ફરીયાદ નોંધાવી ધ્રોલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.(સંજય ડાંગર, ધ્રોલ)

(2:32 pm IST)