Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જામનગરમાં વાહન ડિટેઇનનાં ૩૯૩ કેસ : ૧.૭૪ લાખના દંડની વસુલાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૩ : પોલીસ અધિક્ષક પ્રેમશુખ ડેલુએ વાહન ઉપર ફેન્‍સી નંબરપ્‍લેટ કાળા કાચ, બાળઇક રેસીંગ, ધૂમ બાઇકની સ્‍ટાઇલમાં ઓવર સ્‍પ્રીડ થી ચલાવતા હોય તેવા ઇસમો તથા પોતાના વાહનમં ગેરકાયદેસર રીતે રાખતા ધોકા, લાકડી, છરી, તલવાર જેવા હથીયારો લઇ ફરતા અસામાજીક તત્‍વો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમોની રચના કરી રોજબરોજ રાત્રી દરમ્‍યાન સઘ્‍ઘન ચેકીંગ તેમજ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હોય.

જે ચેકીંગ/ પેટ્રોલીંગ દરમ્‍યાન તા. ૭/૬/૨૨ થી તા. ૧૦/૬/૨૦૨૨ દરમ્‍યાન વાહન ડીટેઇન કુલ ૨૯૩ તથા દંડ રૂા. ૧,૭૪,૮૦૦ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમ જે.એસ.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક ઇ.જામનગર શહેર વિભાગ જામનગરની યાદીમાં જણાવ્‍યુ છે.

(2:33 pm IST)