Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કલ્‍યાણપુર નજીક કારની અડફેટે બાઇક સવાર તરૂણનું મૃત્‍યુ

 જામ ખંભાળિયા,૧૩ :  બામણાસા ગામના પાટિયા પાસેથી  સ્‍વિફ્‌ટ ડિઝાયર કાર નંબર જી.જે. બી.આર. ૨૪૪૦ ના ચાલકે હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ પર જઈ રહેલા કલ્‍યાણપુર તાલુકાના  બામણાસા ગામના નિકુલસિંહ ભરતસિંહ વાઢેર નામના ૧૭ વર્ષીય તરુણના  બાઈક સાથે ધડાકાભેર અકસ્‍માત સર્જાયો હતો.    આ જીવલેણ ટક્કરમાં નિકુલસિંહ વાઢેરને શરીરના જુદા-જુદા ભાગોમાં  ગંભીર ઇજાઓ થતાં તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ પ્‍લસમાં મળતક નિકુલસિંહ  સાથે બેઠેલા વિશ્વજીતસિંહ નામના એક યુવાનને પણ શરીરના જુદા-જુદા  ભાગોમાં ઇજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં  આવ્‍યા છે.    આ બનાવ અંગે મળતકના પિતા ભરતસિંહ ભીખુભા વાઢેર (ઉ.વ. ૫૫, રહે.  બામણાસા) ની ફરિયાદ પરથી કલ્‍યાણપુર પોલીસે સ્‍વીફ્‌ટ ડિઝાયર મોટરકાર  ચાલક સામે આઈ.પી.સી. કલમ ૩૦૪ (એ), ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.  એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)