Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સલાયામાં પોલીસ ઉપર હુમલો કરનાર ઝડપાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૩ : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય જામખંભાળીયા વિભાગના નાયબ  પોલીસ અધિક્ષક હિરેન્‍દ્ર ચોરીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા બાબતે સુચના કરેલ હોય જે અન્‍વયે સલાયા મરીન પો. સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેકટર અક્ષય પટેલનાઓ સલાયા મરીન પોલીસ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન પોલીસ ઇન્‍સપેકટર અક્ષય પટેલ તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ વેજાણંદભાઇ વાલાભાઇ માયાણીનાઓને હકિકત મળેલ સલાયા મરીના પો.સ્‍ટે. ભાગ એ ગુ.ર.ના. ૧૧૧૮પ૦૦૭૧૦૨૬૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૦૮, ૩ર૪, ૩ર૪, ૩રપ, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૩ર, ૩૩૩, ૩૩૭, ૩૩૮, ૩૪૧, ૩૪ર, ૩પ૩, ૩૯પ, ૩૯૭, ૧૧૮, ૪ર૭ તથા ડેમેજ ટુ પ્રોપર્ટી એકટની કલમ ૩(ર) ઇ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબના ગૂન્‍હાનો આરોપી ઇમરાન રજાકભાઇ સંઘાર, રહે. સલાયા વાળો છેલ્લા દસેક મહિનાથી પોલીસથી નાસતો ફરે છે અને હાલ તે સલાયા બંદર પર ફીશીંગ બોટમાં હાજર છે તેવી હકિકત મળતા સલાયા મરીન પોલીસ સ્‍ટાફ સાથે ઉપરોકત સ્‍થળે જતા સદરહુ આરોપી મળી આવતા કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી (૧) પીઆઇ અક્ષય પટેલ (ર) એએસઆઇ નગાભાઇ હરદાસભાઇ (૩) એચસી વેજાણંદભાઇ વાલાભાઇ (૪) વિરેન્‍દ્રસિંહ કિશોરસિંહ (પ) એચસી દેવેન્‍દ્રસિંહ કિશોરસિંહ (૬) એચસી. હસમુખભાઇ પોપટભાઇ (૭) પી.સી.પીઠાભાઇ પબાભાઇ (૮) પીસી હિતેન્‍દ્રસિંહ અજીતસિંહ (૯) પી.સી. વિપુલભાઇ સાજણભાઇએ કરી હતી. R

(1:30 pm IST)