Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મેઘરાજાની મંગલ પધરામણીઃ બજાણા વિસ્‍તારમાં વરસાદી ઝાપટા વરસ્‍યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે ભીમ અગિયારસ બાદ ગઈકાલે રવિવારે સમગ્ર પંથકમાં સર્જાયેલા હળવા વરસાદી માહોલ વચ્‍ચે રવિવારે બપોરે ખંભાળિયા તાલુકાના બજાણા વિસ્‍તારમાં મેઘરાજાની મંગલ પધરામણી થઈ હતી.

ખંભાળિયા નજીક આવેલા બજાણા તથા આસપાસના વાડી વિસ્‍તારમાં બપોરે ત્રણેક વાગ્‍યે મેઘાવી માહોલ બાદ હળવા છાંટા વરસ્‍યા હતા. આશરે અડધો કલાક સુધી વરસેલા વરસાદના કારણે બજારોમાં પાણી રેલાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ખંભાળિયા તાલુકામાં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ગઈકાલે બજાણા પંથકમાં વરસાદી માહોલ સાથેના ઝાપટાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી અને હવે ચોમાસું ટૂકડું હોવાની સંભાવના પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. 

(1:33 pm IST)