Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જેતપુરના કારખાનેદાર પાસેથી ખંડણી માંગનાર આપના પુર્વ પ્રમુખ સહીત બેના રીમાન્‍ડ મંગાયા

પકડાયેલ હરેશ ગીણોયા સામે ગુજરાત સહીત ત્રણ રાજયોમાં અગાઉ ગુન્‍હાઓ નોંધાયા છે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૩:  જેતપુરના કારખાનેદાર પાસેથી ર૦ લાખની ખંડણી માંગવાના ગુન્‍હામાં પકડાયેલ આમ આદમી પાર્ટીના પુર્વ પ્રમુખ સહીત બેને આજે રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

શહેરના ચાંપરાજપુર રોડ પર સાડીનું કારખાનુ ધરાવતા રમણીકલાલ માધવલાલ બુટાણી તેના ભાઇ પરેશભાઇ સાથે ભાગીદારીમાં જય ગૌતમ ટેક્ષ ટાઇલ ડાઇગ એન્‍ડ પ્રીન્‍ટીંગ વર્કસ નામનુ સાડી પ્રીન્‍ટીંગનું યુનીટ ધરાવે છે જેને ર૦૧૮થી ૬ પીસીબી દ્વારા કલોઝર અપાયેલ હોય તથા દોઢેક માસ પહેલા આપના પુર્વ પ્રમુખ હરેશ એમ.ગીણોયાએ તે કારખાનુ ચાલુ હોવાની જીપીસીબી મામલતદાર તેમજ પીજીવીસીએલને કરેલ જે અનુસંધાને ભાવેશે તેનો મળતીયો ઇદ્રીશને મળી આ બાબતને પુરી કરી કલોઝ હટાવી દેવાની વાત કરેલ જે બદલ રૂા. રપ લાખની માંગણી કરેલ બાદમાં રૂપીયા ૨૦ લાખમાં નક્કી કરેલ. વીસેક દિવસ પહેલા રમણીકભાઇના કુટુંબીકભાઇ રમેશભાઇએ ભાવેશને ફોન કરતા તેને કહેલ કે રૂા. ૧૦ લાખ અત્‍યારે આપજો બીજા પછી મારે અત્‍યારે ઉપર આપવાના છે. જેણી પાર્ટીના ઉપરના કોઇ અમને હેરાન ન કરે. તેમજ કહેલ કે મને રૂપીયા ન આપનારને મારી પણ નાખેલ છે. તમને ૧૦ વર્ષની સજા અને બે કરોડ રૂપીયાનો દંડ ઉપરાંત કારખાનુ કાયમ માટે સીલ થઇ જશે તેવી ધમકી આપતા કારખાનેદાર રમણીકભાઇએ શહેર પોલીસમાં બન્ને શખ્‍સો વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૮૪, ૩૮૯, પ૦૬(ર) મુજબ ગુન્‍હો નોંધી બન્ને શખ્‍સોની ધરપકડ કરેલ.

આ અંગે સીટી પીઆઇ એચ.કે.જાડેજા તેમજ તપાસનીસ અધિકારી બી.બી.વસાવાએ જણાવેલ કે આજે બન્નેને રીમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુન્‍હાનો માસ્‍ટર માઇન્‍ડ ભાવેશ ગીણોયા ગુન્‍હાહીત ઇતિહાસ ધરાવે છે. ગુજરાત, રાજસ્‍થાન, યુપી ત્રણ રાજયોના ગુન્‍હાઓમાં જેલ ભોગવેલ છે. તેના કારસ્‍તાનની ખબર પડી જતા અંદાજીત દોઢેક માસ પહેલા તેને પ્રમુખપદેથી હટાવી દેવામાં આવેલ તેવું જાણવા મળેલ છે. ઉપરાંત જયગૌતમ ટેક્ષટાઇલમાં તેના કોઇ અંગત સબંધી હોય જેથી કારખાનુ ચાલુ કરવામાં આવ્‍યુ હોય તેવી માહીતી તેને આપતા કારખાનેદારને દબાવી રૂપીયા કઢાવવાનો કીમીયો કરેલ હતો.

શહેરમાં અંદાજીત ર૦૦ જેટલા કારખાનાઓનું કલોઝર આપવામાં આવેલ હોય છતા કયાંકને કયાંક  જીપીસીબી અને પીજીવીસીએલ ની મીઠી નજર હેઠળ અમુક કારખાના ચાલુ રખાતા હોય જેનો તકનો લાભ લઇ આવા લોકો પોતાનું કામ પાર પાડતા હોય છે તેવી લોકોમાં ચર્ચા જાગી છે. 

(2:44 pm IST)