Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

હનીટ્રેપનો ભોગ બનનાર મેંદરડાના યુવાનને છોડાવ્‍યોઃ રાજકોટ, મજેવડી, કેશોદ, જૂનાગઢના આરોપી ઝડપાયા

 જૂનાગઢ,તા.૧૩ : મેંદરડા પો.સ્‍ટે. વિસ્‍તારના સરદારનગર વિસ્‍તારમાં રહેતા ફરીયાદી પરષોતમભાઇ બેચરભાઇ વઘાસીયાનાં દિકરા મનીષભાઇનાં મોબાઇલમાં વાત કરનાર અજાણ્‍યો ઇસમ   તથા કિરણબેન નામની મહીલાએ  અટકાયત કરી રૂપીયા દસ લાખની માંગણી કરી  મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો કર્યા અંગેનો બનાવ મેંદરડા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૩૯૨રર૨૦૧૪૪/ર૦ર૨ ઇ.પી.કો.ક. ૩૪ર, ૩૮૬, ૫૦૬(૨), ૧૧૪ મુજબનો ગુન્‍હો તા. ૧૧/૦૬/ર૦રર ના રોજ દાખલ થયેલ. 

 આ બાબતે ફરીયાદીને મેંદરડા પો.સ્‍ટે.ના પો.સ.ઇ. કે.એમ. મોરી સા.એ પો.સ્‍ટે. ખાતે બોલાવી ફરીયાદીના દિકરાના મોબાઇલ ફોનમાંથી ફોન કરનાર આરોપીઓ સાથે વાત કરાવી ફરીયાદીના દિકરાને મુકત કરવા માંગણી કરવામાં આવેલ રકમની વ્‍યવસ્‍થા થયેલ હોવાની આરોપીઓને બાંહેધરી અપાવી આરોપીઓના કહયા અનુસાર ફરીયાદીને રોકડ રકમ ભરેલ બેગ સાથે જૂનાગઢ, વાડલા ફાટક નજીક આવેલ મંગલમુર્તી પાસે ઉભા રખાવી ફરીયાદીની આસ-પાસ ક્રાઇમ બ્રાન્‍ચના સ્‍ટાફ તથા મેંદરડા પો.સ્‍ટાફના માણસો સીવીલ ડ્રેસમાં ઓટો રીક્ષામાં તયા અલગ-અલગ જગ્‍યાએ છુપી રીતે ગોઠવાઇ જઇ આરોપીઓ કાર તથા મો.સા. લઇને ભોગ બનનારને લઇ આવતા તુરત જ કોર્ડન કરી તમામ આરોપીઓને રંગે હાથે પકડી લઇ યુવાનને મુકત કરાવી તમામ આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મેંદરડા પો.સ્‍ટે.ને સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ આરોપી  (૧) ભાવેશ ઉર્ફે ભાવીન ગાંગાભાઇ દાસા ઉ.વ.ર૪ રહે. કેશોદ, ગાંધી સોસાયટી (ર) પરેશ મંછારામ દેવમુરારી ઉ.વ.૩૮ રહે. રાજકોટ, આજી ડેમ ચોક (૩) દિનેશ ઉર્ફે દીનીયો અમળતભાઇ ઠેસીયા ઉ.વ. ૩૨ રહે. મજેવડી ગામ, જૂનાગઢ (૪) કિરણ વા.ઓ. હિતેષભાઇ હિરાભાઇ ખટારીયા ઉ.વ. ર૯ રહે. બી.એસ.એન.એલ. ઓફીસની પાસે, જૂનાગઢ પાસેથી (૧) મારૂતી ફન્‍ટી કાર રજી નં. જીજે-૦૧-એચએ.-૦૪૯૩ (૨) હોનડા સીડી-૧૧૦ મો.સા. રજી નં. જીજે-૧૧-સીજી-૪૨૫૭ (૩) હિરો સ્‍પેલન્‍ડર મો.સા. રજી નં. જીજે-૦૬-એલઆર-૫૯૯૬ કબ્‍જે કરેલ છે.

 આ કામે પકડાયેલ આરોપીઓ પૈકી મહિલા દ્વારા પુરૂષને પોતાની મોહજાળમાં ફસાવી ત્‍યારબાદ સાથેના ઇસમો અચાનક આવી જઇ ભોગ બનનાર પાસેથી પૈસા પડાવવાનુ કામ કરે છે.

  આ કામગીરીમાં પી.જી.જાડેજા ના.પો.અધિક્ષક જૂનાગઢ વિભાગ, જૂનાગઢ તથા ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ.  એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.  ડી.જી.બડવા તથા મેંદરડા પો.સ્‍ટે.ના પો.સ.ઇ.  કે.એમ.મોરી તથા ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો.હેડ.કોન્‍સ. પ્રકાશભાઇ ડાભી, જીતેષ મારૂ તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા, દિવ્‍યેશભાઇ ડાભી, મયુરભાઇ કોડીયાતર, તથા ડ્રા.પો.કોન્‍સ. જગદિશભાઇ ભાટુ તથા મહિલા પો.કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા તથા મેંદરડા પો.સ્‍ટે.ના પો. હેડ કોન્‍સ. પ્રદ્યુમનસિંહ ઝણકાંત, અરવિંદભાઇ હેરભા, પો.કોન્‍સ. અનીલભાઇ જમોડ, મુકેશભાઇ પરમાર, કેતનભાઇ પરમાર વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કરેલ છે.

(2:44 pm IST)